________________
પૂર્વસેવામાં પ્રયત્ન કરી લેવો જોઈએ.
આ શ્લોમાં બારમા સદાચાર તરીકે મિતભાષિતા' જણાવી છે. એનું વર્ણન કરતાં ગ્રન્થકાશ્રી ફરમાવે છે કે અવસરે હિતકારક પણ થોડું બોલવું. સામી વ્યક્તિ પ્રત્યે આપણને હિતની બુદ્ધિ હોય તોપણ યોગ્ય અવસરે જ કહેવાયોગ્ય કહેવું જોઈએ. અવસર વિના કહેવાથી આપણી હિતર એવી પણ વાતથી કોઈ જ લાભ થતો નથી. ઉપરથી કોઈ વાર એવું પણ બનતું હોય છે કે કાયમ માટે હિતકર એવી વાત કહેવાનો અવસર જ પ્રાપ્ત થતો નથી. અવસરે પણ વાત કરવી પડે તો તે સામા જીવના હિતની હોય તો જ કરવી. કોઈ પણ સંયોગોમાં સામી વ્યક્તિના અહિતનું કારણ બનનારી વાત કહેવાથી દૂર રહેવું જોઈએ. અવસરે હિતની પણ વાત સંક્ષેપથી થોડા શબ્દોમાં કરવી. બહુ બોલ બોલ કરવાથી હિતકારિણી વાતની પણ ઉપેક્ષા થતી હોય છે. યોગની સાધના દરમ્યાન બિનજરૂરી બોલવાની પ્રવૃત્તિથી દૂર રહેવા માટે મિતભાષિતાનો સ્વભાવ ખૂબ જ ઉપયોગી બને છે. સામાન્ય રીતે હિતાહિતનો ભેદ સમજવાનું સરળ નથી. જ્યાં સુધી યથાર્થ રીતે એ ભેદ સમજાય નહિ ત્યાં સુધી બોલવાનું બન્ધ રાખવું જોઈએ. અનિવાર્ય સંયોગોમાં બોલવાનો અવસર જ આવે તો ચોક્કસપણે જે હિતકર હોય તે થોડું બોલવું. અવસર, હિત અને અલ્પપ્રમાણ – એ ત્રણનો ખ્યાલ રાખી વિવેકપૂર્વક બોલવું – એ બારમો સદાચાર છે.
પ્રાણ કઠે આવે તો પણ; લોકમાં નિજાને પાત્ર એવા કર્મકાર્યમાં પ્રવૃત્તિ ન કરવી એ તેરમો સદાચાર છે. યોગની આરાધના પ્રસંગે અનન્તજ્ઞાનીઓની દૃષ્ટિએ જે નિન્દાને પાત્ર છે તે સર્વ સાવધ
@DDDDDDDDDDDDDD GIDC/EGEGEGISO//G/S.
DO DO DADO DADO DOD /UCGZGGINGINGINGINGS