________________
કે ગૃહસ્થજીવનમાં કોઇ વાર ભૂતકાળના વિશિષ્ટ પુણ્યોદયે સમ્પત્તિવિભવની પ્રાપ્તિ થાય તો અહંકાર-ગર્વ કર્યા વિના નમ્રતા ધારણ કરવી જોઇએ. સમ્પત્તિની પ્રાપ્તિ થવાથી પોતાની જાતને મહાન માનવાથી અહંકાર જન્મે છે. પોતાના આત્માના જ્ઞાનાદિ ગુણોની પ્રાપ્તિ થવાથી પણ જ્યાં ગર્વ કરવાનો નિષેધ છે, ત્યાં પુણ્યના ઉદયથી પ્રાપ્ત થનારી પૌદ્ગલિક સમ્પત્તિની પ્રાપ્તિથી ગર્વ કરવાનું ખૂબ જ અનુચિત છે- તે સમજી શકાય છે. અહીં નમ્રતાનું વર્ણન કરતી વખતે ગ્રન્થકારશ્રીએ ફરમાવ્યું છે કે ‘ઔચિત્યથી નમવાના સ્વભાવ’ને નમ્રતા કહેવાય છે. દરેક સ્થાને નમવું- એ પણ નમ્રતા નથી અને માયાપૂર્વક નમવું- એ પણ નમ્રતા નથી. કોઈ પણ સ્થાને નમવું નહિ અને બધાની અપેક્ષાએ હું મહાન છું – એવું માનવું-એ તો અહંકાર છે જ. એનો અર્થ એ નથી કે ગમે તેને નમતા બેસવું. નમવાની પ્રવૃત્તિમાં સામી વ્યક્તિ કેવી છે-તેનો વિચાર કરવો જોઇએ. અને પછી ઔચિત્યપૂર્વક સ્વભાવથી જ નમવું જોઈએ. કોઇ પણ જાતની માયાને સેવ્યા વિના નમ્રતા રાખવી – એ સદાચાર છે. એકાન્તે હિતકર એવા આચારો પણ વિવેક વિના અહિતકર બને છે. કોઇ પણ ગુણને ગુણાભાસમાં રૂપાન્તરિત કરવાનું કાર્ય અવિવેક કરે છે. યોગની પૂર્વસેવામાં સદાચારસ્વરૂપે પ્રાપ્ત કરેલી નમ્રતાથી; ભવિષ્યમાં યોગની પ્રાપ્તિમાં જ્ઞાનાદિગુણો પ્રામ કર્યા પછી પણ આત્માને અહંકારથી દૂર રાખવાનું સરળ થાય છે. ૧૨-૧૪ સદાચારોનું જ વર્ણન કરાય છે –
-
अविरुद्धकुलाचारपालनं मितभाषिता ।
अपि कण्ठगतैः प्राणैरप्रवृत्तिश्च गर्हिते ॥१२- १५॥
“અવિરુદ્ધ કુલાચારનું પાલન, થોડું બોલવું અને પ્રાણ કંઠે
'Ba
DDUGL
૪૭૭૮
DDDDD dudguduUG