________________
સમજીને એનો યથાર્થ રીતે નિર્વાહ કરવો – એ એક જાતનો સદાચાર છે. પ્રતિજ્ઞા કઈ છે એની અપેક્ષાએ પ્રતિજ્ઞા કઈ રીતે પળાય છે - એનું પરિભાવન કરવાનું ખૂબ જ આવશ્યક છે. શ્રી વચૂલાદિએ જે પ્રતિજ્ઞા લીધી હતી; એ પ્રતિજ્ઞાઓ તો મજેથી લઈ શકાય છે પરન્તુ તેઓએ તે પ્રતિજ્ઞાઓનું પાલન જે રીતે કર્યું હતું તે રીતે એ પ્રતિજ્ઞાઓનું પાલન આપણા માટે કેટલું શક્ય છે - એ વિચારવાથી સમજાશે કે “સત્વતિજ્ઞત્વ” આ સદાચાર પણ સરળ નથી. પહેલાં તો પ્રતિજ્ઞા-નિયમ લેવાનું જ લગભગ મન થતું નથી. આ વિશ્વમાં કંઈ કેટલી ય એવી વસ્તુઓ છે કે જેનો આપણો ઉપયોગ જ કરવાના નથી. આપણા ઘરમાં પણ એવી વસ્તુઓ છે કે જેનો આપણે ઉપયોગ કરવાના નથી. પરંતુ એના ત્યાગનો આપણને નિયમ નથી. એટલું જ નહિ, સ્વપ્ન પણ જેની ઈચ્છા નથી એવી પ્રવૃત્તિઓના પણ ત્યાગનો આપણને નિયમ નથી.અવિરતિ(નિયમ નહિ કરવો)ના કારણે જે પાપબન્ધ થાય છે તેની ખરેખર જે આપણને કલ્પના નથી. અન્યથા એ પાપથી વિરામ પામવા પ્રતિજ્ઞાનો સ્વીકાર કરી શકાયો હોત. જ્યાં નિયમ અંગે જ આવી સ્થિતિ હોય ત્યાં તેના પાલન અંગે કેવી દશા હોય તે આપણે સારી રીતે સમજી શકીએ છીએ. યોગની પૂર્વસેવામાં એવી સ્થિતિ હોતી નથી. ગ્રહણ કરેલી પ્રતિજ્ઞાનો પ્રાણના ભોગે પણ નિર્વાહ કરાતો હોય છે. આ રીતે નાના પણ નિયમોનો નિરપવાદ વહન કરવાનો અભ્યાસ યોગની સાધનામાં મહાવ્રતોના પાલન માટે ખૂબ જ ઉપયોગી બને છે.
સદાચારોનું વર્ણન કરતાં આ ચૌદમા લોકમાં દશમા સદાચાર તરીકે સમ્પત્તિમાં નમ્રતાનું વર્ણન કરાયું છે. એનો આશય એ છે કે
GDDEDDEDDIDED, NE|DF\ D]DFDF\ EID\LD GSSSB/GSONGS 23/ 07/NMMSqSg/S