________________
કરી શકાય - એમ નથી. કર્મપરવશ જીવો છે. કોઇને કોઈ ખામી રહેવાની. એને જોયા કરશું અને ગાયા કરશું તો નિન્દાનું વર્જન કઇ રીતે થશે ? દોષ(પરદોષ)ની ઉપેક્ષા કરવામાં નહિ આવે ત્યાં સુધી નિન્દાનો ત્યાગ થઇ શકશે નહિ. યોગની પૂર્વસેવામાં સર્વત્ર નિન્દાનો ત્યાગ કરવાનો છે. એના બદલે આજે ગુણવાનની પણ નિન્દા મજેથી કરાતી હોય છે, તે યોગની પૂર્વસેવાને અનુરૂપ નથી. યોગની પૂર્વસેવામાં બાધક બનનારી આ નિંદાનું વર્જન કર્યા વિના ચાલે એવું નથી. જે દૂષણ યોગની શરૂઆત કરતાં પૂર્વે પણ ન હોવું જોઇએ તે દૂષણ યોગની આરાધનામાંથી પણ દૂર ન થાય તો કેવી સ્થિતિનું નિર્માણ થાય - તે આપણે જોઇ રહ્યા છીએ. ઉપકારીઓની પણ નિન્દા સુધી પહોંચી ગયેલા આ દૂષણનો ત્યાગ કરવાથી ગુણી જનોનું આપણને નિરન્તર સાન્નિધ્ય પ્રાપ્ત થતું હોય છે. અન્યથા નિન્દાની પ્રવૃત્તિ કરવાથી ગુણવાન પુરુષો આપણી ઉપર વિશ્વાસ નહિ રાખે.
યોગની પૂર્વસેવાના સદાચારમાંના આઠમા આચારનું વર્ણન કરતાં ‘આપત્તિમાં દીનતાના અભાવ' ને વર્ણવ્યો છે. એનો આશય સ્પષ્ટ છે કે ગમે તેવો દુ:ખનો પ્રસઙ્ગ પ્રાપ્ત થાય તોપણ કોઇ પણ જાતની દીનતા નહીં રાખવી જોઇએ. ધર્મના અર્થી જનોને જ્યારે સર્વવિરતિધર્મની આરાધના કરવાનો પ્રસંગ પ્રાપ્ત થશે ત્યારે તે યોગની સાધનામાં પરીસહાદિને દીનતા વિના સહન કરવાના હોવાથી ધર્માર્થીઓએ યોગની પૂર્વસેવામાં ગૃહસ્થજીવનમાં આ રીતે દીનતાનો અભાવ કેળવી લેવો જોઇએ. મુનિજીવનમાં જ્યારે પણ અશુભ કર્મના ઉદયથી આપત્તિ આવતી હોય છે, ત્યારે સામાન્યથી તેનો પ્રતિકાર કર્યા વિના અદીનપણે તેને સહી લેવાની હોય છે. આવા પ્રસંગે
CCC CCC/CCC E/QCQ/9/9/
૪૪
CCC/C Gu/G/DC/Gudu\]