________________
જેટલો ભય આપણને મરણો છે તેટલો જ ભય જનાપવાદનો હોવો જોઈએ. મરણ થશે – એમ સમજીને જેમ મરણનાં નિમિત્તોથી આપણે દૂર રહીએ છીએ, તેમ જનાપવાદ (લોકમાં નિંદા) થશે-એમ સમજીને લોકમાં નિંદાના કારણભૂત ઘૂતાદિ વ્યસનોથી દૂર રહેવું જોઈએ – એ પાંચમો સદાચાર છે. અનન્તજ્ઞાનીઓ જેને પાપ તરીકે વર્ણવે છે એ પાપના ભયની પ્રાપ્તિ માટે જનાપવાદના ભયસ્વરૂપ સદાચાર અનિવાર્ય છે..૧૨-૧૩
બીજા સદાચારોનું જ વર્ણન કરાય છે - रागो गुणिनि सर्वत्र निन्दात्यागस्तथाऽऽपदि । अदैन्यं सत्प्रतिज्ञत्वं सम्पत्तावपि नम्रता ॥१२-१४॥
ગુણવાન પુરુષોમાં રાગ: સર્વત્ર નિંદાનો ત્યાગ, આપત્તિમાં અદીનતા, પ્રતિજ્ઞાનું પાલન અને સમ્પત્તિમાં પણ નમ્રતા - આ સદાચાર છે.” આ પ્રમાણે ચૌદમા શ્લોકનો અર્થ છે. આશય એ છે કે સુદાક્ષિણ્ય વગેરેની જેમ જ ગુણવાન પુરુષોમાં રાગ વગેરે, ઉપર જણાવેલા પણ સદાચારો છે. ગુણવાન પુરુષોની પ્રત્યે જે રાગ છેતેને છઠા સદાચારસ્વરૂપે અહીં વર્ણવ્યો છે. જ્ઞાનાદિગુણસંપન્ન પુરુષો પ્રત્યે રાગ ધરવો જોઈએ. આ અપારસંસારથી પાર ઊતરવા માટે જ્ઞાનાદિગુણોની પ્રાપ્તિ વિના બીજો કોઈ ઉપાય નથી. એ ગુણોને પ્રાપ્ત કરવા માટે ગુણસમ્પન પુરુષોનું સાનિધ્ય નિરંતર હોવું જોઇએ. કારણ કે જ્ઞાનાદિગુણોની પ્રાપ્તિ તે પુણ્યપુરુષોને આધીન છે. ગુણવાન પુરુષો વિના સ્વાર્થે પોતાના સાનિધ્યમાં રહેનારા જીવોને ગુણસંપન્ન બનાવવામાં પ્રયત્નશીલ હોય છે. આજ સુધીની આપણી નિર્ગુણ
DD DDDDDDD\
5
\;\I]S|DF\S