________________
કરીએ અને બીજાએ કરેલા ઉપકારોને ભૂલી જઇએ - એ કૃતજ્ઞતા નથી. લોકોત્તર ધર્મની સિદ્ધિના લિફ્ળ તરીકે જણાવેલી કૃતજ્ઞતા લોકોત્તર કોટીની છે. પરમકૃપાળુ શ્રી અરિહન્તપરમાત્માએ અને ભવનિસ્તારક પૂ. ગુરુભગવન્તાદિએ કરેલા અનુગ્રહને યાદ કરીએ તો ચોક્કસ જ પાપની પ્રવૃત્તિ ઉપર પૂર્ણવિરામ મૂકી શકાશે. પરન્તુ લોકોત્તર કોટીની આ કૃતજ્ઞતાને પ્રાપ્ત કરવાનું સરળ તો નથી જ; પણ એ માટે લૌકિક ‘કૃતજ્ઞતા’ સ્વરૂપ સદાચારને પ્રાપ્ત કરવાથી એ સરળ બની શકે છે.
આ તેરમા શ્લોકમાં પાંચમા સદાચાર તરીકે ‘જનાપવાદભીરુત્વ’ને વર્ણવ્યું છે. લોકોની નિન્દાને પાત્ર એવા વર્તનથી ભય પામવો – એને જનાપવાદભીરુત્વ કહેવાય છે. સારા ગણાતા માણસો આપણા વર્તનની નિંદા કરે એવા વર્તનનો આપણને ભય હોવો જોઇએ. ‘લોકો તો ગાંડા છે, ગમે તેમ બોલે,આપણને જે ઉચિત લાગે તે કરવું...' આવું વિચાર્યા વિના દુર્વર્તનથી દૂર રહેવું જોઇએ. યોગમાર્ગની આરાધના વખતે સર્વ પાપથી દૂર રહેવાનું છે, જે; પાપભીરુત્વ વિના શક્ય નહીં બને. પાપભીરુત્વને પામવા માટે યોગની પૂર્વસેવામાં જનાપવાદની ભીરુતા(ભય)ને પ્રાપ્ત કર્યા વિના ચાલે એવું નથી. સામાન્ય લોકો જેને પાપ તરીકે ગણતા નથી એવા પણ પાપથી દૂર રહેવા માટે યોગની પૂર્વસેવામાં લોકો જેને પાપ માને છે એનો પણ ભય ન હોય – એ ચાલે એવું નથી. લોકની નજરે જે દુર્વર્તન છે એવા દુર્વર્તનનો સતત ભય હોવો જોઇએ. ગ્રન્થકાર પરમર્ષિએ આ વસ્તુને સમજાવતાં આ શ્લોકની ટીકામાં જણાવ્યું છે કે જનાપવાદ અને મરણ – એ બેમાં કોઇ જ વિશેષતા નથી- અર્થાત્
DEEEEE D
૪૧
HOTECTED
LET OLDU