________________
જ ન આવે- એ સ્પષ્ટ રીતે આજે જોવા મળે. આ બધાના મૂળમાં વાસ્તવિક રીતે સુદાક્ષિણ્યગુણનો અભાવ છે. યોગની પૂર્વસેવામાં જ ભલીવાર ના હોય તો યોગની સાધનામાં ભલીવાર ન જ હોય- એ સમજી શકાય છે.
યોગની પૂર્વસેવામાં બીજા સદાચાર તરીકે ‘દયાલુત્વ’ને વર્ણવ્યો છે. કોઈ પણ જાતની માયા વિના બીજાના દુ:ખને દૂર કરવાની ઈચ્છાને દયાળુતા કહેવાય છે. દયાળુતા-દયા આજ સુધી આપણે કરતા જ આવ્યા છીએ પરંતુ એ સદાચારરૂપે પરિણમી છે કે નહિ - તે વિચારવું જોઈએ. સામી વ્યક્તિ પાસેથી કોઇ પણ વસ્તુના લાભની અપેક્ષાને રાખીને મોટા ભાગે બીજાના દુ:ખને દૂર કરવાની ઈચ્છા સેવાય છે. ભાવના ખરેખર તો પોતાના દુ:ખને દૂર કરવાની હોય છે. પરન્તુ દેખાવ બીજાના દુ:ખને દૂર કરવાનો થતો હોય છે. જીવજન્તુને કોઈ મારી નાખે નહિ તેથી તેને સુરક્ષિત સ્થાને રાખતી વખતે ભાવ તો લગભગ તે આપણને કરડે નહિ-તેનો હોય તો દયાનો પરિણામ વાસ્તવિક નથી, માયાપૂર્વકનો છે. સાચી દયાળુતા પણ સરળતાથી પ્રાપ્ત કરી શકાય એવી નથી. અનાદિકાળથી દૃઢ થયેલા કુસંસ્કારો ભૂંસાય નહિ તો સદાચારસ્વરૂપ દયાને પ્રાપ્ત કરવાનું શક્ય નિહ બને.ગમે ત્યાંથી ગમે તે રીતે પણ લાભ મેળવવાની વૃત્તિ જ ખરેખર તો માણસને માયાવી બનાવે છે. માયાથી રહિત એવી બીજાના દુ:ખને દૂર કરવાની ઈચ્છાને અહીં દયાલુત્વ સ્વરૂપ સદાચાર તરીકે વર્ણવી છે. શક્તિ કે સંયોગો ન હોય તો બીજાના દુ:ખને દૂર કરવાનું શક્ય ન બને તોપણ એ વિષયની ઇચ્છા અશક્ય નથી. એવી ઈચ્છાને સેવતી વખતે માયા ન કરીએ તો દયાસ્વરૂપ બીજો સદાચાર સરળતાથી
EEEEEEEEE
dddd76969696 ૩૯ Udd
DEn
GODDDDD}