________________
બીજાનું કામ કરતી વખતે ધીરજ રહેતી નથી અને કામ કર્યા પછી ગંભીરતા રખાતી નથી- એ લગભગ અનુભવવા મળે છે. બીજાનું કામ ધીરજપૂર્વક અને ગંભીરતા સાથે થતું વિચત જ જોવા મળે છે. સુદાક્ષિણ્ય-આચારથી સંપન્ન આત્મા; ગંભીર અને ધીર ચિત્તથી યુક્ત હોય છે. ચિત્તની ધીરતા હોય તો બીજાનું કામ કરતી વખતે ગમે તેટલું કષ્ટ પડે તોપણ બીજાના કાર્યને સારી રીતે પૂર્ણ કરી શકાય છે. અને ચિત્તની ગંભીરતા હોય તો કામ કરતાં પહેલાં અને પછી મૌન જાળવી શકાય છે. બીજાનું કામ કરવાનું શરૂ કરીએ એટલે પોતાના સમય આદિનો ભોગ તો આપવો જ પડતો હોય છે. એ વખતે કોઇ પણ રીતે અકળાયા વિના એ કાર્ય સારી રીતે પૂર્ણ કરવા મનની ધીરતા ખૂબ જ આવશ્યક છે. અન્યથા મનની ધીરતા વિના પરષ્કૃત્ય કરવાનું આરંભીએ તો વેઠ ઉતારવાનું બનશે. અને તેથી બીજી વાર કોઇ કામ કરવા નહિ દે. આવી જ રીતે, ‘મારે બીજાનું કામ કરવાનું છે; મેં બીજાનું કામ કરી આપ્યું; આપણે કોઇને ના પાડતા નથી, કામ કરી આપવામાં શું ? થોડા ઘસાઈ જઈએ ?’....વગેરે બોલી-બોલીને બીજાનું કામ કરીએ તો તેને શરમાવા જેવું થાય, સંકોચ થાય અને નીચું જોવા જેવું થાય. તેથી આવા અગંભીર-તુચ્છ માણસને કોઇ કામ ચીંધે નહિ. માટે બીજાનું કામ કરતી વખતે ગંભીરતા કેળવવી જોઇએ. સામાન્ય રીતે પરકૃત્યમાં આવી ગંભીરતા ન હોવાથી લોકોત્તર માર્ગની આરાધનામાં પણ એવી ગંભીરતા રહેતી નથી. પૂ. ગુરુદેવાદિસંબન્ધી ગોચરી, પાણી, ઓઘા વગેરેની પ્રતિલેખના અને કાપ (વસ્ત્ર-પ્રક્ષાલન) વગેરે કાર્ય કરતાં પૂર્વે અને કાર્ય કર્યા પછી પણ એવી ગંભીરતા રખાતી નથી. કામ કરીએ અને એની બીજાને જાણ ન થાય તો કામ કરવામાં મજા
E
GODDDDDDDDD
૩૮
D
DEF
DDDDDDD