________________
પૂર્વસેવા તુ યોગસ્ય....આ પ્રથમ શ્લોકમાં (૧૨-૧ માં) જણાવેલ મુદ્દેવાનિપૂનન નું વર્ણન કરીને હવે સદાચારનું વર્ણન કરાય છે .
-
सुदाक्षिण्यं दयालुत्वं दीनोद्धारः कृतज्ञता । जनापवादभीरुत्वं सदाचाराः प्रकीर्त्तिताः ॥१२- १३॥
‘સુદાક્ષિણ્ય, દયાળુતા, દીનોદ્ધાર, કૃતજ્ઞતા અને જનાપવાદનો
-
-
ભય – એ સદાચાર છે.' આ પ્રમાણે તેરમા શ્લોકનો અર્થ છે. આશય સ્પષ્ટ છે કે યોગને પ્રાપ્ત કરવાની ઈચ્છાવાળાએ યોગની પૂર્વસેવાને આરાધવા માટે દરરોજ ગુરુદેવાદિનું જેમ પૂજન કરવું જોઈએ; તેમ પોતાના જીવનને સદાચારમય બનાવવું જોઇએ. જે સદાચારોથી પોતાના જીવનને સદાચારમય બનાવવાનું છે, એ સઘળાય સદાચારોનું વર્ણન કરવાનું અહીં કોઇ પણ રીતે શક્ય નથી. પરન્તુ એમાંના કેટલાક જ આચારો ચાર શ્લોકથી વર્ણવ્યા છે. તેથી આ શ્લોકમાંનું સવચારા: પ્રવૃત્ત્તિતા:-આ પદનો સંબન્ધ હવે પછીના ત્રણેય શ્લોકમાં સમજી લેવાનો છે.
યોગની પૂર્વસેવામાં ગુરુદેવાદિપૂજનથી જેમ પવિત્ર પુરુષો પ્રત્યે આદર-બહુમાન પ્રાપ્ત કરાય છે, તેમ સદાચારથી પોતાના આત્માને પવિત્ર કરાય છે. યોગની આરાધના પ્રસંગે જે લોકોત્તર આચારોથી આત્માને પરમાત્મસ્વરૂપ બનાવવાનો છે તેની પૂર્વે યોગની પૂર્વસેવામાં સદાચારોથી આત્માને પવિત્ર બનાવવાનો છે. સદાચારો અને લોકોત્તર આચારો- એ બેમાં ઘણો ફરક છે. લોકોત્તર આચારોનું પાલન તો દુષ્કર છે જ. પરન્તુ અહીં વર્ણવેલા સુદાક્ષિણ્ય વગેરે
GIT CLUDED
૩૬
TET / J CLIO