________________
શ્લોકમાં દાન આપવાના પાત્ર તરીકે દીનાદિવર્ગને જણાવ્યો છે. તેમાં આદિધાર્મિક જીવોને આશ્રયીને સામાન્યથી લિગીઓનો સમાવેશ છે. વિશેષે કરીને; જેઓ પોતે રાંધતા નથી, રંધાવતા નથી અને રાંધતા કે રંધાવતાને સારા માનતા નથી તેમ જ પોતાના શાસ્ત્રમાં વર્ણવેલી તે તે વિહિત ક્રિયાઓ કરવામાં પ્રમાદ કરતા નથી તેવા લિગીઓનો સમાવેશ છે. યોગબિન્દુમાં એ વસ્તુને જણાવતાં ફરમાવ્યું છે કે – જે વ્રતધારી લિગીઓ છે, તેઓ સામાન્યથી પાત્ર (દાન દેવા યોગ્ય) છે અને વિશેષે કરી પોતે નહિ રાંધતા, બીજાની પાસે નહિ રંધાવતા અને રાંધનારાદિની અનુમોદનાને નહિ કરનારા, સદાને માટે પોતાના શાસ્ત્રમાં વિહિત એવી ક્રિયાઓનો વિરોધ આવે નહિ તે રીતે વર્તનારા પાત્ર છે.
-
દીન, અન્ધ અને કૃપણ વગેરેનો જે સમુદાય છે કે જે ભિક્ષા વિના બીજું કાંઇ કરી શકે એમ નથી; તે દીનાદિવર્ગ અહીં પાત્ર છે. આ વસ્તુને સમજાવતાં પણ યોગબિંદુ ગ્રન્થમાં જણાવ્યું છે કે, “દીન, અન્ય, કૃપણ, વ્યાધિગ્રસ્ત, અત્યન્ત દરિદ્ર કે જેઓ ભિક્ષા વિના બીજું કાંઇ જ કરી શકવા શક્તિમાન નથી, તે બધાનો સમુદાય તેમનો (દીનાદિનો) વર્ગ છે.’’ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ-આ ચાર પુરુષાર્થને સાધવા માટેની શક્તિ (સામર્થ્ય) જેમની ક્ષીણ થયેલી છે તેમને દીન કહેવાય છે. નયન(આંખ)રહિત અંધ છે. નિસર્ગથી જ સારા માણસોના કૃપાસ્થાનને કૃપણ(બિચારા) કહેવાય છે. કોઢ વગેરેથી પીડાતા વ્યાધિગ્રસ્ત છે અને નિર્ધન માણસને નિ:સ્વ-દરિદ્ર કહેવાય છે. દીનાદિવર્ગને માતાપિતાદિ પોષ્યવર્ગનો વિરોધ ન આવે એ રીતે
દરરોજ દાન આપવું જોઇએ. આ રીતે યોગની પૂર્વસેવામાં ‘ગુરુદેવાદિપૂજન’ આ પ્રથમ ભેદની વિચારણા પૂર્ણ થઇ. ૧૨-૧૨॥
p
૩૫
naap EEEE DUD dtDD7D