Book Title: Yog Purv Seva Battrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan

View full book text
Previous | Next

Page 36
________________ પોષ્યવર્ગનો વિરોધ ન આવે તે રીતે આપવું જોઇએ.' - આ પ્રમાણે અગિયારમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે યોગની પૂર્વસેવાને પ્રાપ્ત કરનારા જીવોએ ગુરુપૂજન અને દેવપૂજનની જેમ પાત્રને અને દીનાદિ જનોને પણ દાન આપવું જોઇએ. દીનાદિને દાન આપતી વખતે એ દાન કેવું હોવું જોઇએ એ જણાવતાં ખૂબ જ સ્પષ્ટ-પણે જણાવ્યું છે કે; તાવ વગેરે રોગથી પીડાતા માણસને જેમ ઘી વગેરે અપથ્ય અપાય નહિ, તેમ દીનાદિને મુશલ...વગેરે અનર્થદંડનાં સાધનોનું દાન અપાય નહિ. જે દાન, દાતા અને ગ્રાહક-બંન્નેને ઉપકારક બને એવું હોય તેવું જ દાન દીનાદિને આપવાનું છે. રોગીને અપાતા અપથ્યના દાન જેવું દાન; દીનાદિને અપાય નહિ. - આ દાન પણ એ રીતે આપવાનું છે કે જેથી માતા, પિતા વગેરે પોષ્યવર્ગ(ગૃહજનો)નો વિરોધ આવે નહિ. અર્થાત્ માતા, પિતા, ભાઈ, બહેન વગેરેના જીવનના નિર્વાહમાં બાધા પહોંચે – એ રીતે દીનાદિવર્ગને દાન આપવાનું નથી. એમનો જીવનનિર્વાહ બરાબર ચાલે અને ત્યાર પછી પોતાની પાસે જે હોય તે દીનાદિવર્ગને આપવાનું છે. પૂર્વકાળમાં આ રીતે દીનાદિને આપવાની પ્રવૃત્તિ લગભગ ઘરે ઘરે હતી. સુખી ઘરો એ પ્રવૃત્તિથી ઓળખાતાં. આજની વાત તદ્દન જુદી છે. બારણે ઊભા રહેલા ભૈયા વગેરેથી જ આજે સુખી ઘરોને ઓળખવાં પડે. મંદિરાદિ ધર્મસ્થાનોની બહાર પણ દીનાદિને હવે ઊભા રહેવા દેવામાં આવતા નથી. જોતજોતાંમાં ખૂબ જ ઝડપથી આ બધું બદલાતું ચાલ્યું છે. ધાર્મિક અનુષ્ઠાનોમાં પણ આજે એ અંગે ધ્યાન અપાતું નથી. શિક્ત ન હોય તો આપવાનું નથી. જે છે તે આપવાનું છે. પોતાના બધા માટે રાખીને આપવાનું છે. આપવા માટે મેળવવાનું નથી. છતાં દીનાદિને દાન આપવાના વિષયમાં ખૂબ જ ઉપેક્ષા સેવાય CEEDEDD' @DE 067676767ug ૩૩ Und DEEP Dubu

Loading...

Page Navigation
1 ... 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82