________________
અથ જનોને મુગ્ધ તરીકે વર્ણવ્યા નથી. શુદ્ધદેવાદિની વિશેષતાને જાણતા ન હોવા છતાં મુગ્ધ જીવો મોક્ષના અર્થી છે. તેમની પશુતુલ્ય અજ્ઞાનદશાને દૂર કરવા માટેનો આ ન્યાય છે, જે બળદમાંથી પુરુષ બનાવે છે. પુરુષને બળદ બનાવવા માટેનો આ ન્યાય નથી. મુગ્ધ જીવોનું હિત હૈયે વસ્યું હોય તો શક્ય પ્રયત્ને તેમની અજ્ઞાનદશાને દૂર કરવાનું જ વિચારવું જોઈએ... ૧૨-૯
ઉપર જણાવ્યા મુજબ સામાન્યથી સર્વ દેવોની પૂજા આદિધાર્મિક જીવોને આશ્રયીને છે તો વિશેષરૂપે પૂજા ક્યારે છે – એ શંકાના સમાધાનમાં જણાવાય છે –
अधिज्ञातविशेषाणां विशेषेऽप्येतदिष्यते । स्वस्य वृत्तविशेषेऽपि परेषु द्वेषवर्जनात् ॥१२-१०।।
“શ્રી અરિહન્તપરમાત્માદિ દેવવિશેષમાં બીજા દેવો કરતાં કોઇ વિશેષનું જ્ઞાન જેમને પ્રાપ્ત થયું છે, તે જીવો બધા દેવોની પૂજા કરવાના બદલે વિશેષ દેવની જ પૂજા કરે. પરંતુ આવા વખત દેવતાન્તરની અપેક્ષાએ પોતાનો આચાર અધિક હોવા છતાં બીજા દેવોની પ્રત્યે દ્વેષ નહિ રાખવો જોઈએ.” - આ પ્રમાણે દેશમાં શ્લોકનો અર્થ છે.
- આશય એ છે કે બધા દેવોને દેવસ્વરૂપે માન્યા પછી પણ કોઈ એક દેવમાં વીતરાગતાદિવિશેષનું પરિજ્ઞાન થવાથી તે જીવો શ્રી અરિહન્ત પરમાત્માદિવિશેષની વિશેષે કરી પૂજા કરે તે બરાબર છે, કારણ કે તે વખતે તે જીવને શ્રીઅરિહંત પરમાત્માદિને છોડીને બીજા દેવો પ્રત્યે દ્વેષ નથી. બીજા દેવો પ્રત્યે તે વખતે તેનું જે વર્ણન છે તેની અપેક્ષાએ શ્રી અરિહન્તપરમાત્મા પ્રત્યે તેનો ભક્તિભાવાદિ આચાર
3
5 BE D
EE DEEN D
E
F
G
| PI
|
|
ઇ