________________
નથી, તેથી વિશેષવૃત્તિએ કોઈ એક શુદ્ધદેવને આરાધવા માટે તેઓ હજુયોગ્ય નથી. પરંતુ સામાન્યથી જ ઉપર જણાવ્યા મુજબ આરૂપિણે શુદ્ધદેવની આરાધના માટે તેઓ યોગ્ય છે, જે નીચે જણાવ્યા મુજબ ચારિસંજીવનીચાર'ના ન્યાયથી સ્પષ્ટપણે સમજી શકાશે
કોઈ એક નગરીમાં એક બ્રાહ્મણની પુત્રી હતી. તેણી પ્રત્યે નિરવધે પ્રેમને ધારણ કરનારી તેણીની એક સખી હતી. એ બંનેને લગ્નના કારણે કાલાન્તરે જુદા જુદા સ્થાને રહેવાનું થયું. એક વખત બ્રાહ્મણની પુત્રીને પોતાની સખીની ચિંતા થઈ કે સખી કેવી રીતે રહેતી હશે ! તેથી તે બ્રાહ્મણની પુત્રી પોતાની સખીને ત્યાં ગઈ. પોતાને સખીને ત્યારે વિષાદસમુદ્રમાં ડૂબી ગયેલી જોઈને તેણીએ સખીને પૂછ્યું કે તારું મુખ નિસ્તેજ કેમ છે. જવાબમાં સખીએ કહ્યું કે હું પાનું ભાજન બની છું. મારા પતિની પ્રત્યે હું દુર્ભાગ્યને પામી છું. એ મુજબ સાંભળીને બ્રાહ્મણની પુત્રીએ સખીને કહ્યું છે સખિ વષાદ ના કરતી. વિશ્વમાં અને વિષાદમાં કોઈ વિશેષતા નથી. બંન્ને અતે તો મારનારા છે. હું તારા પતિને જડીબુટીના સામર્થ્યથી બળદ બનાવી દઇશ.” આ પ્રમાણે કહીને બ્રાહ્મણની પુત્રી પોતાની સખીને મૂલિકા (જડી-બુટ્ટી). આપીને પોતાના ઘરે જતી રહી.
મા બાજુ બ્રાહ્મણપુત્રીની સખીએ પોતાના પતિ પ્રત્યેનો પ્રેમ જતો રહ્યો હોવાથી પતિને તે મૂલિકા ખવરાવી દીધી. ખાવાની સાથે જ પતિ ઉન્નત સ્કન્ધવાળો બળદ થયો. તુરત જ તેણીને વિચાર આવ્યો કે કોઈ પણ કાર્ય કરવા માટે અસમર્થ આ શું કરશે ? આથી ગોવૃાાં રહેતા એવા તેને તે ચારો ચરાવવા માટે દરરોજ જવા લાગી.
GD][HD]DDDDDD; GEC/GPSC/SC/SCIETICIST
gEEDDDDDDDDDDD