________________
યોગની પૂર્વસેવાને કરનારા ગૃહસ્થો સામાન્યથી બધા જ દેવોને દેવ તરીકે માને છે - તે તેમની પ્રવૃત્તિથી સ્પષ્ટ જણાવાય છે –
सर्वान् देवान् नमस्यन्ति नैकं देवं समाश्रिताः । जितेन्द्रिया जितक्रोधा दुर्गाण्यतितरन्ति ते ॥१२-८॥
“તેઓ સર્વ દેવોને નમસ્કાર કરે છે, કોઈ એક દેવને આશ્રયીને તેઓ રહેલા નથી. જિતેન્દ્રિય અને જિતક્રોધ એવા તે સર્વ દેવોને નમસ્કાર કરનારા નરકાદિગમન વગેરે સંકટોને પાર કરી જાય છે. ” આ પ્રમાણે આઠમી ગાથાનો અર્થ છે.
કહેવાનું તાત્પર્ય એ છે કે સામાન્ય રીતે યોગની પૂર્વસેવા સ્વરૂપે ગૃહસ્થ જનો બધા જ દેવોને નમસ્કાર કરે છે. આ જ મારા દેવ છે' - આવા પ્રકારનો તેમને મતિનો અભિનિવેશ ન હોવાથી તેઓ કોઈ એક દેવને આશ્રયીને રહેલા નથી. તેથી બધા જ દેવોને સર્વ સાધારણ રીતે દેવ તરીકે માને છે. બધા દેવોને દેવ તરીકે માનનારા આ મહાત્માઓ ઈન્દ્રિયો અને કષાયને જીતીને દુર્ગોને તરી જાય છે. નરકાદિ દુર્ગતિમાં જવા સ્વરૂપ અહીં દુર્ગ છે. ઇન્દ્રિયોનો નિગ્રહ કરનારા અને ક્ષાયોનો અભિભવ કરનારાને નરકાદિગતિમાં જવું પડતું નથી. વિષય-કષાયની તીવ્ર પરિણતિના કારણે નરકાદિમાં ગમન થાય છે. પરતુ ઇન્દ્રિયો અને ક્યાયોનો નિગ્રહ કરવાથી, બધા દેવોને નમસ્કાર કરનારા એ દુર્ગોને તરી જાય છે. ઇન્દ્રિયો અને કષાયોનો નિગ્રહ નરકાદિગમનને દૂર કરનારો છે. બધા ય દેવોને નમસ્કાર કરવા છતાં ઈન્દ્રિયોના નિગ્રહ વિના અને કોપાદિ કષાયોના અભિભવ વિના દુર્ગાનું અતિક્રમણ શક્ય નથી - એનો ખ્યાલ, યોગની પૂર્વસેવા કરનારે
DDDDDDDDDDDDDDDDDDDDDDDDDD