________________
સર્વપાપથી રહિત એવો સજ્જર્મક્ષયનું કારણ ધર્મ છે. આ આત્માઓને એવી સમજણ નથી હોતી કે; અરિહનાપરમાત્મા જ દેવ છે અને બુધ, શંકર, બ્રહ્મા અને વિષ્ણુ વગેરે દેવ નથી. અરિહન્ત પરમાત્માની આજ્ઞા મુજબ આરાધના કરનારા નિર્ઝન્ય મહાત્માઓ જ ગુરુભગવત છે અને શાક્યાદિ પરિવ્રાજકો ગુરુભગવન્ત નથી. તેમ જ અરિહન્ત પરમાત્માએ ઉપદેશેલો જ ધર્મ છે અને બુધાદિએ ઉપદેશેલો ધર્મ નથી. સામાન્યપણે કહીએ તો દેવ, ગુરુ અને ધર્મના સ્વરૂપમાં કોઈ જ વિવાદ નથી. પરંતુ તેનું વ્યક્તિવિશેષમાં વિવેકપૂર્ણ જ્ઞાન નથી. આવી સ્થિતિમાં આવા ગૃહસ્થો સામાન્યથી બધા જ દેવને દેવ તરીકે માની તેમની પૂજા કરે છે. અથવા ‘આ મોક્ષપ્રાપક છે -આવી જાતની શ્રદ્ધાને લઈને બધા જ દેવની ગૃહસ્થો પૂજા કરે છે. આ રીતે યોગની પૂર્વસેવા કરનારા ગૃહસ્થોને મહાત્મા તરીકે વર્ણવ્યા છે. પરલોકની સાધનામાં પ્રાધાન્ય આપવાથી તેઓ પ્રશસ્તસ્વરૂપવાળા છે; માટે તેમને અહીં મહાત્મા તરીકે વર્ણવ્યા છે. યોગના અર્થી અને યોગની પૂર્વસેવાને કરનારા આ ગૃહસ્થો મતિમોહના કારણે કોઈ એક દેવમાં બીજા દેવોની અપેક્ષાએ વિશેષનો નિર્ણય કરી શકતા નથી, જેથી સર્વજ્ઞ તરીકે શ્રીઅરિહન્ત પરમાત્માદિ સર્વ દેવને એકસ્વરૂપે તેઓ માને છે. ચોથી દૂટિ સુધી આવી અવસ્થા હોય છે. પાંચમી દૃષ્ટિમાં તો શ્રી અરિહન્ત પરમાત્મા સિવાય બીજા કોઈ દેવ-સર્વજ્ઞ નથી, એવું સ્પષ્ટ જ્ઞાન થાય છે. એ પૂર્વે ચોથી દૃષ્ટિ સુધી પણ બધા દેવોમાં દેવત્વના કારણ તરીકે સર્વજ્ઞતા અને મોક્ષમાર્ગની દેશકતાને જ તેઓ માનતા હોય છે. સુખાદિ ફળને આપનારા તરીકે તેમાં દેવત્વને તેઓ માનતા નથી....ઈત્યાદિ સ્પષ્ટ રીતે સમજી લેવું..૧૨-ળા
GDDDDDDDDDDDDD; GBdBlBdBdBdBdNGS
DDDDDDDDDDDDED GIDC/DGILODGINGDONGS