________________
અર્થગંભીર સ્તોત્ર પણ જો આદરપૂર્વક નહીં બોલાય તો તે સ્તોત્ર આપણા માટે સુંદર નહીં બને. વીતરાગપરમાત્માદિ દેવની સ્તવના કરવા માટે આપણી પાસે શબ્દો ન હતા. શ્રી ગણધરભગવન્તાદિએ તે તે સ્તોત્રોની રચના કરી આપણી ઉપર મોટો અનુગ્રહ કર્યો છે, જેથી તેઓશ્રીના શબ્દોથી દેવની પૂજા આપણે કરી શકીએ છીએ. તે સ્તોત્રો બોલતી વખતે તે સ્તોત્રોમાં આદરની પૂર્તિ આપણે કરી શકીએ તો તે સ્તોત્ર આપણા માટે શોભન બની રહેશે. બોલાતા શબ્દોની શુદ્ધિ દેવની પરમારાધ્યતા અને સ્તોત્રના અર્થનો ઉપયોગ વગેરે પરમાદરનું કારણ છે. આદરથી પૂર્ણ એવાં શોભન સ્તોત્રોથી દેવપૂજા કરવી જોઈએ.... I૧૨-
ઉપર જણાવ્યા મુજબનું દેવપૂજન બધા દેવોનું છે કે કોઈ એક દેવનું છે – આવી શક્કાનું સમાધાન કરતાં જણાવાય છે -
अधिमुक्तिवशान्मान्या अविशेषेण वा सदा। अनिर्णीतविशेषाणां सर्वे देवा महात्मनाम् ॥१२-७॥
“કોઈ દેવવિશેષમાં બીજા દેવોની અપેક્ષાએ કોઈ પણ જાતની વિશેષતાનો નિર્ણય જેમણે કર્યો નથી,એવા મહાત્મા-ગૃહસ્થો માટે સામાન્યથી અથવા શ્રદ્ધાતિશયના અનુસારે બધા જ દેવો માન્ય છે.”- આ પ્રમાણે સાતમા શ્લોક્નો અર્થ છે.
અહીં એ યાદ રાખવું જોઈએ કે યોગની પૂર્વસેવા મુખ્યપણે મંદમિથ્યાત્વની સ્થિતિમાં હોય છે. એ સ્થિતિમાં દેવ, ગુરુ કે ધર્મનું સામાન્ય જ્ઞાન હોય છે. સામાન્યથી એ આત્માઓને એટલી જ ખબર હોય છે કે સર્વ દોષથી વિનિમુફત પુરુષવિશેષ દેવ છે. પરમતારક મોક્ષમાર્ગનો ઉપદેશ આપનારા ભવનિસ્તારક ગુરુભગવન્ત છે. અને
000 DO 10 DO DO DODAD
gGududdDUDUDGE