________________
દીનતાનો પરિહાર કરવાનું શક્ય બને નહિ તો આપત્તિનો પ્રતિકાર કરવો જ પડશે. યોગની પૂર્વસેવામાં આપત્તિમાં દીનતાનો પરિહાર કરવાથી યોગની સાધના દરમ્યાન આપત્તિનો પ્રતિકાર કરવો નહિ પડે. પૂર્વે કરેલાં હિંસાદિ પાપોને લઈને જ્યારે પણ દુઃખ (આપત્તિ) આવે ત્યારે તેને દૂર કરવા પ્રાર્થનાદિ કરવાની વૃત્તિને દીનતા કહેવાય છે. કોઈ વાર આપત્તિને દૂર કરનારા નિમિત્તો મળે એ આપત્તિને દૂર કરી પણ લઈએ; પરન્તુ કર્મની વિષમતાએ કોઈ વાર એવા સંયોગો ન મળે ત્યારે દરેકની પાસે આપત્તિને દૂર કરવા વિનંતિ, પ્રાર્થના કે આજીજી કરવાની જરૂર નથી. તેમ જ કોઇની પાસે દુઃખને રોવાની પણ જરૂર નથી. કરેલાં કર્મના ફળ ભોગવ્યા વિના છૂટકો નથી-એમ સમજીને ખૂબ જ સમતાપૂર્વક આપણા હિત માટે આપત્તિ વેઠી લેવી જોઈએ. સહન નહિ કરવાની વૃત્તિ જ દીનતાનું કારણ છે. દીનતાના પરિહાર માટે સહનશીલતા મેળવવા સિવાય બીજો કોઈ જ ઉપાય નથી.
નવમા સદાચાર તરીકે સમ્પ્રતિજ્ઞત્વ'ને વર્ણવ્યું છે. અગીકાર કરેલી પ્રતિજ્ઞાનો સારી રીતે નિર્વાહ કરવો તેને સત્પતિજ્ઞત્વ કહેવાય છે. યોગની પૂર્વસેવામાં સામાન્ય રીતે દેવદર્શન-પૂજન, ગુરુવંદન, ધર્મશ્રવણ અને દાનાદિ સંબંધી પ્રતિજ્ઞાઓ કરાતી હોય છે. મહાવ્રતો સમ્બધી પ્રતિજ્ઞાઓની અપેક્ષાએ એ પ્રતિજ્ઞાઓ ખૂબ જ નાની છે. પરંતુ આજ સુધીના પ્રતિજ્ઞાવિહીન જીવનની અપેક્ષાએ, એ પ્રતિજ્ઞાઓ ઘણી જ મોટી છે. કોઈ પણ જાતના અપવાદ વિના એ પ્રતિજ્ઞાઓનું પાલન કરવાનું ખૂબ જ કષ્ટકારક બનતું હોય છે. ફળની ઉત્કટ ઈચ્છા અને ફળને પ્રાપ્ત કરવા માટેનું વિશિષ્ટ સત્ત્વ ન હોય તો પ્રતિજ્ઞાનું પાલન શક્ય નથી. સદ્ગુરુભગવન્તના પરિચયે પ્રતિજ્ઞાનું મહત્ત્વ