________________
પામી શકાય છે.
દીનોદ્ધાર સ્વરૂપ ત્રીજા આચારનું વર્ણન કરતાં ગ્રન્થકારશ્રીએ જણાવ્યું છે કે દીનના ઉપકાર માટે પ્રયત્ન કરવો. અહીં દીન' પદથી દીન, અનાથ, દરિદ્ર, પડ્યું અને અન્ય વગેરે જેવી સમજવાના છે. દીન, અનાથ વગેરે જીવોને ઉપકારનું કારણ બની શકે એવી પ્રવૃત્તિમાં પ્રયત્ન કરવા સ્વરૂપ અહીં દીનોદ્ધાર છે. દીનાદિ ઉપર ઉપકાર કરવાની બુદ્ધિથી આ પ્રયત્ન નથી. આ પ્રયત્ન એવો છે કે જેથી દીનાદિ જીવોને ઉપકારનું એ કારણ બને છે. ઉપકાર કરવા માટે પ્રવૃત્તિ કરવી અને પ્રવૃત્તિથી ઉપકાર થવો – એ બન્નેમાં જે ફરક છે તેને યાદ રાખવો જોઈએ. અહીં યોગની પૂર્વસેવામાં વર્ણવતા સદાચારો કોઈની ઉપર ઉપકાર કરવા માટે વિહિત નથી. યોગની પ્રામિ દ્વારા પોતાના કલ્યાણ માટે તે વિહિત છે. તેથી દીનાદિનો ઉદ્ધાર પણ તેમની ઉપર ઉપકાર કરતા હોઈએ તે રીતે કરવાનો નથી. યોગની પ્રાપ્તિ માટેની એ એક અપૂર્વ સાધના છે - એમ સમજીને સદાચારો સેવવા જોઈએ.
કૃતજ્ઞતા -એ ચોથો સદાચાર છે. બીજાએ આપણી ઉપર કરેલા ઉપકારના પરિજ્ઞાનને કૃતજ્ઞતા કહેવાય છે. આજ સુધીના આપણા જીવનને યાદ કરીએ તો સમજાશે કે કંઈ કેટલાય આત્માઓએ આપણી ઉપર અનેક જાતના ઉપકાર કર્યા છે. એનું નિરન્તર સ્મરણ કરવું જોઈએ. આપણા વર્તમાન જીવનના અસ્તિત્વમાં એમણે કરેલા ઉપકારો સમાયેલા છે - તેનું વિસ્મરણ કરવાનું ઉચિત નથી. બીજાની ઉપર આપણે કરેલા ઉપકારો આપણને નિરન્તર યાદ રહે એમાં પણ મોટા ભાગના ઉપકારો આપણા સ્વાર્થમૂલક હોય, ખરી રીતે તો એને ઉપકાર કહેવાનું શક્ય જ નથી, છતાં એને આપણે વારંવાર ગાયા
D]DD,\DDDDDDDDDDELETE GUbgmdgb//S 8૦edbQSdGdSEdS/S