________________
સદાચારોનું પાલન પણ દુષ્કર છે. મોક્ષસાધક યોગના અર્થપણા વિના એ સદાચારોનું પાલન શક્ય નથી. | ‘સુદાક્ષિણ્યને પહેલા સદાચાર તરીકે વર્ણવ્યું છે. ગંભીર અને ધીર એવા ચિત્તને ધારણ કરનારની સ્વભાવથી જ બીજાનું કામ કરી આપવાની તત્પરતાને ‘સુદાક્ષિણ્ય' કહેવાય છે. સામાન્ય રીતે આપણે જેની સાથે રહેતા હોઈએ; આપણો જેમને થોડોઘણો પરિચય છે એવા માણસો જ મોટા ભાગે આપણને કામ કરવાનું કહેતા હોય છે. શક્ય રીતે તો તેઓ પોતાનું કામ પોતે જાતે કરતા હોય છે. પરંતુ કોઈ વાર પરિસ્થિતિ વિષમ બને તો તેઓ આપણને કામ કરવાનું જણાવે ત્યારે તેમનું કામ કરી આપવું જોઈએ. સ્વભાવથી જ એ ગુણ આપણામાં હોવો જોઈએ. લાજે,શરમે,પરાણે કે કોણ ના પાડે ? અવસરે આપણને પણ તેમનું કામ પડે'...વગેરે વિચારીને બીજાનું કામ કરવાથી દાક્ષિણ્ય પ્રાપ્ત થતું નથી. નિસર્ગથી જ બીજાનું કામ કરવાની તત્પરતા હોવી જોઈએ. આ ગુણનું વર્ણન કરતાં ગ્રન્થકાર પરમર્ષિએ પરં9ત્યામિયોપરતા આ પ્રમાણે જણાવ્યું છે. ત્યાનું ‘મવો’ પદ જે અર્થને જણાવે છે તે અર્થ યાદ રાખવાનું ખૂબ જ જરૂરી છે. પરકૃત્યમાં અભિયોગ રાખીને તત્પરતા કેળવવાની છે. કોઈને ત્યાં નોકરી કરતા હોઈએ ત્યારે તેમનું કામ ચોક્કસપણે કરવું જ પડે છે અને નોકરની જેમ કરવું પડે છે. તે અભિયોગ છે. આવી રીતે પરકૃત્યમાં અભિયોગ રાખી તત્પરતા દાખવવી જોઈએ. સામી વ્યક્તિ પ્રત્યે ઉપકાર કરવાની વૃત્તિએ કામ કરવાથી દાક્ષિણ્ય પ્રાપ્ત થતું નથી.
ઉપર જણાવ્યા મુજબ સ્વભાવથી જ પકૃત્યના અભિયોગમાં તત્પરતા પ્રાપ્ત કરનારે ગંભીર અને ધીર ચિત્તવાળા બનવું જોઇએ.
@DEOS/DB/g/S SEદદ મildd