________________
એક વાર આ બળદ એક વડના વૃક્ષ નીચે વિસામો લેતો હતો ત્યરે કોઇ વિદ્યાધરનું યુગલ પણ ત્યાં આવ્યું. એ યુગલમાંના પુરુષે પોતની પત્નીને એ બળદને જોઈને કહ્યું કે આ બળદ સ્વાભાવિક નથી, પરંતુ કૃત્રિમ છે. તે સાંભળીને વિદ્યાધરી-પત્નીએ પોતાના પતિને પૂછ્યું કે તો આ બળદ કઈ રીતે પાછો મૂળ સ્વરૂપને પ્રાપ્ત કરશે ? જવાબમાં વિદ્યાધરે કહ્યું કે આ વૃક્ષ નીચે સંજીવની (વનસ્પતિવિશેષ) છે તેનો ઉપયોગ કરવાથી આ બળદ ફરી પાછો મૂળ સ્વભાવને પામી. એ વાત સાંભળીને બળદની પત્નીએ સંજીવનીને જાણતી ન હોવાથી એ વડના વૃક્ષ નીચેનો બધો ચારો બળદને ચરાવવાનું શરૂ કર્યું. એ એક દિવસે ચારામાં સંજીવની ભેગી આવી અને એના ઉપયોગી એ બળદ, બળદ મટીને પુરુષ થયો - “આ ચારિસંજીવનીચારચય છે.'
અહીં પેલી સ્ત્રીને સંજીવની વિશેષનું જ્ઞાન ન હોવાથી જીવની સાથેનો ચારો ચરાવવાના કારણે બળદને જેમ સંજીવની પ્રાપ્તકરવાનું ફળ પ્રાપ્ત થાય છે તેમ આદિધાર્મિક જીવો; અત્યન્ત મુગ્ધ હોવાથી શુદ્ધ દેવોને જાણતા ન હોવાના કારણે બધા દેવોને નમસ્કા કરે છે તેના પરિણામે તેમને શુદ્ધદેવની ભક્તિ વગેરે કરવાનું સદ્ભાય પ્રાપ્ત થાય છે. આવી રીતે ધર્મગુરુ પશુજેવા શિષ્યને દેવપૂજાદિકાર્યોમાં વિશેષપણે પ્રવૃત્તિ કરવા અસમર્થ જાણીને વિશિષ્ટ સાધ્ય (માર્ગપ્રવેશ)ની સિદ્ધિ માટે સામાન્યપણે બધા દેવોની પૂળ વગેરે કરાવે તો પણ કોઈ દોષ નથી. અહીં એ યાદ રાખવાનું આવશક છે કે આદિધાર્મિક જીવોને તેમની અત્યન્ત મુગ્ધાવસ્થાના કારણે એ પ્રમાણે સામાન્યથી સર્વ દેવોની પૂજા કરાવાય છે. શુદ્ધ દેવામિ નહિ જાણનારા એવા જીવોને અહીં મુગ્ધ તરીકે વર્ણવ્યા છે. સંસાસુખના
DTD/DTDTLTLTLTD 6 STD]D]D]D]D]DDTD