________________
અધિક હોવા છતાં બીજા પ્રત્યે દ્વેષ નથી. આથી એવા વોને કોઇ દેવવિશેષની વિશેષતાને જાણીને એ રીતે વિશેષ પૂજન કરવાનું ઉચિત જ છે. દેવવિશેષનું પૂજન કરે અને બીજા દેવોની પ્રત્યે દ્વેષ ધારણ કરે તો તે કોઇ પણ રીતે ઉચિત નથી. ગુણાધિક્યનું પરિજ્ઞાન ન હતું તેથી તે વખતે બધા દેવોની સામાન્ય રીતે પૂજા કરવાનું બને અને ગુણની અધિકતાનું જ્ઞાન કોઈ એક દેવમાં થવાથી વિશેષદેવની વિશેષ રીતે પૂજા કરે એ સમજી શકાય છે.પરન્તુ એનો અર્થ એ નથી કે ત્યારે તે બીજાની પ્રત્યે દ્વેષ ધારણ કરે. ગુણસંપન્નોની પૂજા-અર્ચા જેટલી કરીએ તેટલી ઓછી જ છે. પરન્તુ જેઓ ગુણસંપન્ન નથી તેમની પ્રત્યે દ્વેષ રાખવાથી કોઈ જ લાભ નથી. સામાન્ય રીતે કોઈની પણ પ્રત્યે દ્વેષ રાખવાનો નથી. આજ સુધી (ગુણાધિક્યનું પરિજ્ઞાન ન હતું ત્યાં સુધી) જેમને દેવ માનીને પૂજ્યા, હવે તેમની પ્રત્યે દ્વેષ રાખીએ તો તે કેટલું વિચિત્ર છે, એ આપણે સમજી શકીએ છીએ. તેથી શ્રી અરિહન્તપરમાત્માદિ દેવવિશેષમાં વિશેષતાનું પરિજ્ઞાન થયા પછી તેઓશ્રીનું વિશેષ પૂજન કરતી વખતે પણ બીજા દેવોની પ્રત્યે દ્વેષનું વર્જન હોવાથી તે સ્વરૂપે તેમનું સામાન્ય પૂજન છે... ૧૨-૧૦ના
આ પ્રમાણે ગુરુવેવાનિપૂનન સ્વરૂપ યોગની પૂર્વસેવામાં ગુરુ અને દેવના પૂજનનું વર્ણન કરીને હવે અતિ પદથી જણાવાયેલા દીનાદિવર્ગના પૂજનનું નિરૂપણ કરાય છે -
नातुरापथ्यतुल्यं यद्दानं तदपि चेष्यते ।
पात्रे दीनादिवर्गे च पोष्यवर्गाविरोधत: ।।१२- ११ ॥
‘વદિ (તાવ વગેરે) રોગથી ગ્રસ્ત માણસને ઘી વગેરે અપથ્યના દાન જેવું જે દાન ન હોય; તે દાન પાત્રને અને દીનાદિવર્ગને,
RECEDEE QuE DE
BODEEEE DO