________________
છે. અનુકંપા-દયા ધર્મનો પ્રાણ છે. એની રક્ષા માટે દરરોજ શક્તિ અનુસાર યોગના અર્થીએ દીનાદિવર્ગને દાન આપવું જોઈએ.
જ્યાં પણ અલ્પાંશે આ પ્રવૃત્તિ ચાલે છે તે વિધિ મુજબની નથી. મોટા ભાગે દીનાદિ ઉપર ઉપકાર કરતા હોય તે રીતે જ દાન અપાય છે. જોઈતી ના હોય, નકામી હોય અને ફેંકી દેવાની હોયએવી જ વસ્તુ દીનાદિને અપાતી હોય છે. એ એક અવિધિ છે. છે અને છોડવું છે. આવી એકમાત્ર ભાવનાથી જ દાન અપાય તો મૂચ્છ ઊતર્યા વિના નહીં રહે. બહુમૂલ્ય વસ્તુ ના આપીએ; પરન્તુ નાખી દેવાનું કઈ રીતે અપાય? એઠું કઈ રીતે અપાય ? ઊતરેલું કઈ રીતે અપાય ? એ વિચારવાની ખૂબ જ આવશ્યક્તા છે. દીનાદિવર્ગને દાન આપવાની પ્રવૃત્તિ, યોગની પૂર્વસેવાનું એક અંગ છે – એ કોઈ પણ રીતે વિસ્મરણીય નથી. ૧૨-૧૧ાા.
પાત્ર અને દીનાદિવર્ગનું વર્ણન કરાય છે - लिङ्गिन: पात्रमपचा विशिष्य स्वक्रियाकृतः । दीनान्धकृपणादीनां वर्ग: कार्यान्तराक्षमः ॥१२-१२॥
સામાન્યથી વ્રતસૂચક વસ્ત્ર ધારણ કરનારા અને વિશેષે કરી પોતાના માટે નહિ રાંધનારા, પોતાની ક્રિયાને કરનારા પાત્ર છે તેમ જ દીન, અંધ અને કૃપણ વગેરેનો ભિક્ષા સિવાય બીજું કોઈ કાર્ય કરવા માટે અસમર્થ એવો વર્ગ છે.” આ પ્રમાણે બારમા શ્લોકનો શબ્દશ: અર્થ છે. આશય એ છે કે અહિંસાદિવ્રતના પાલકને જણાવનારા વસ્ત્રાદિના ધારકને લિગ્ગી કહેવાય છે. આ પૂર્વે જણાવ્યા મુજબના આદિધાર્મિક જીવો મુગ્ધ હોવાથી વસ્ત્રાદિ બાહ્ય લિને જોઈને તે લિગને ધરનારાને તેઓ સામાન્યથી સાધુ માનતા હોય છે. પૂર્વ
GUDDDDDDDDDDDDDDD