________________
નૈવેદ્યોથી કરવી જોઈએ; તેમ જ અર્થગમ્ભીર; પૂર્વાચાર્યોએ રચેલાં ભાવાવવાહી સ્તોત્રોથી ભાવપૂજા કરવી જોઇએ.
વર્તમાનમાં પૂજા કરનારાને પુષ્પાદિદ્રવ્યો કઇ જાતના હોવાં જોઇએ- તે સમજાવવાનું દુષ્કર છે. સર્વાતિશાયીને દેવ તરીકે માન્યા પછી એ આરાધ્યતમની પૂજા માટે કેવાં દ્રવ્ય વપરાય છે – એનું વર્ણન થાય એવું નથી. દેવની પ્રત્યે પૂજ્યભાવ ઉત્કટ કોટિનો બને તો જ શાસ્ત્રમાં જણાવ્યા મુજબની પૂજા કરી શકાશે. આ દેવપૂજન શૌચ અને શ્રદ્ધાદિ પૂર્વક કરવાનું છે. શરીર, વસ્ત્ર, દ્રવ્ય અને વ્યવહારની શુદ્ધિને શૌચ કહેવાય છે. પૂજા કરવા માટે શાસ્ત્રમાં જણાવ્યા મુજબ ખુલ્લી જગ્યા વગેરેમાં સ્નાનાદિથી શરીરને શુદ્ધ કરવા સ્વરૂપ શરીરનું શૌચ છે. શક્તિ અનુસાર બહુમૂલ્ય અત્યન્ત સ્વચ્છ અને ધૂપ વગેરેથી વાસિત કરેલાં જે પૂજા માટેનાં વસ્ત્રો છે તેનો જ ઉપયોગ કરવા સ્વરૂપ વસ્ત્રનું શૌચ છે. ઉત્તમ જાતિનાં પરમપવિત્ર દ્રવ્યોનો જ પૂજામાં ઉપયોગ કરવો તે દ્રવ્યનું શૌચ છે. અને ન્યાયથી પ્રાપ્ત વિત્તનો વ્યય કરીને મેળવેલી સામગ્રીનો જ પૂજામાં ઉપયોગ કરવા વગેરે સ્વરૂપ વ્યવહારશુદ્ધિ છે. સામાન્ય રીતે દેવપૂજા કરતી વખતે આપણી પૂજા; નિંદાને પાત્ર ન બને તે રીતે વર્તવા સ્વરૂપ અહીં વ્યવહાર-શુદ્ધિ છે. શરીર, વસ્ત્ર, દ્રવ્ય અને વ્યવહારની શુદ્ધિ સ્વરૂપ શૌચપૂર્વક દેવપૂજા કરવી જોઇએ. તેમ જ શ્રદ્ધા-બહુમાન અને પ્રણિધાનાદિ– પૂર્વક દેવપૂજા કરવી જોઇએ.
સુંદર સ્તોત્રો દ્વારા દેવની ભાવપૂજા કરવી જોઇએ. સ્તોત્રની શોભનતા-સુંદરતાનું વર્ણન કરતી વખતે ‘યોગબિંદુ’ની ટીકામાં જણાવ્યું છે કે આદરપૂર્ણ જે સ્તોત્ર છે તે સુંદર છે. પૂર્વાચાર્યોએ રચેલાં
gadadd
DUDU0Que
૨૪
dadadadādānanda dddddd7676767−7