________________
આ પાંચમા શ્લોકના ઉત્તરાર્ધમાં ગુરુપૂજનનું વર્ણન કરતાં જણાવ્યું છે કે ગુરુજનોનું આસન, શય્યા અને ભોજન માટેનાં પાત્ર વગેરેનો ઉપયોગ નહીં કરવો જોઈએ. ગુરુવર્ગના આસનાદિને પગે લાગે તોપણ ગુરુવર્ગનો અવિનય કરવા સ્વરૂપ દોષ લાગે છે - આનો જેને
ખ્યાલ છે તેમને ગુરુવર્ગના આસનાદિનો ઉપયોગ કરવાથી અવિનય કરવા સ્વરૂપ દોષ લાગે - એ સમજાવવાની જરૂર નથી. સામાન્ય રીતે થોડો ઉપયોગ રાખીએ તો ખૂબ જ સારી રીતે આ અવિનયના દોષથી દૂર રહી શકાય. માતાપિતાદિ ગુરુજનોની પ્રત્યે બહુમાનપૂર્વક વિનયનું વર્તન કરવા માટે અવિનયનો ત્યાગ કરવાનું આવશ્યક છે. લોકોત્તર ધર્મની આરાધનાને કરનારા મુમુક્ષુ આત્માઓને ભવનિતારક પૂ. ગુરુદેવાદિ રત્નાધિકોનો આ રીતે અવિનય દૂર કરવાનું સરળ બને છે. ગૃહસ્થ અવસ્થામાં આ રીતે ગુરુજનોનો અવિનય દૂર કર્યો ન હોય તો ભવિષ્યમાં સાધુપણાની આરાધના વખતે રત્નાધિકોનો અવિનય ટાળવાનું પૂરું બને છે.
યોગની પૂર્વસેવાને પ્રાપ્ત કરવા ગુરુવર્ગની પૂજાના વિષયમાં આ શ્લોકના અત્તે ફરમાવ્યું છે કે માતાપિતાદિ ગુરુજનોનાં બિંબ (પ્રતિકૃતિ ફોટા વગેરે)ની સ્થાપના કરી તેની પુષ્પ અને ધૂમાદિ દ્વારા અર્ચા-પૂજા કરવી જોઈએ. અહીં યાદ રાખવું જોઈએ કે આ રીતે કરાતું ગુરુવર્ગનું પૂજન બહુમાનગર્ભિત હોવું જોઈએ. જીવનભર જેણે ગુરુવર્ગની ઉપર જણાવ્યા મુજબ પૂજા કરી હોય તેઓ ગુરુવર્ગની હયાતી બાદ તેમની (ગુરુવર્ગની) પ્રતિકૃતિ વગેરેની સ્થાપના, અર્ચા કરે તો બરાબર છે. ગુરુવર્ગના નામે પોતાની સ્વાર્થવૃત્તિ સાધવાની ઈચ્છાથી કરાતી સ્થાપના, અર્ચા બરાબર નથી. આ પ્રવૃત્તિ કરતી વખતે ખૂબ જ વિપૂર્વક
00 DO DODO DO DO DODY
DO DODO DADO DA DOD