________________
તેમ તુરત તીર્થસ્થાનમાં વાપરી નાખવું જોઇએ. એ સંપત્તિ ઉપર પોતાનો હક જમાવવો; એ માટે યાચના કરવી અને જરૂર પડે કોર્ટે જવું વગેરે ગુરુપૂજનની વિરુદ્ધ પ્રવૃત્તિ છે. યોગની પૂર્વસેવાના અર્થી જનોએ કોઈ પણ સંયોગોમાં એવી પ્રવૃત્તિથી દૂર રહેવું જોઇએ. શક્ય પ્રયત્ન તો ગુરુજનોની હયાતીમાં તેમને જણાવવું જોઇએ કે –‘આપના હાથે જ આપનું વિત્ત તીર્થસ્થાનમાં આપ વાપરી નાંખો, મારે એની આવશ્યકતા નથી’. આમ છતાં કોઈ વાર ગુરુજનોની હયાતી બાદ તેમનું વિત્ત આપણને મળે તો તે ઉપર જણાવ્યા મુજબ વિવેકપૂર્વક તીર્થસ્થાનમાં વાપરી નાંખવું. આજે જે રીતે તીર્થસ્થાનોમાં ભૌતિક સગો ઊભી કરાય છે અને એને ધાર્મિક સ્વરૂપ અપાય છે–એ જોતાં માતા-પિતાદિ ગુરુજનોના વિત્તનો તીર્થસ્થાનમાં વિનિયોગ કરતી વખતે નવેસરથી વિચારવાનું આવશ્યક બને છે. પોતાના ઘરમાં પણ જે અનુકૂળતા નથી એવી અનુકૂળતા ધર્મના નામે જ્યાં અપાય છે ત્યાં ધાર્મિક દૃષ્ટિએ વિત્ત વાપરવાનો કોઇ જ અર્થ નથી. માટે ગુરુજનોના વિત્તનો વિનિયોગ કરતી વખતે ખૂબ જ વિવેકપૂર્વક વર્તવું જોઇએ. અવિવેકવાળી પ્રવૃત્તિથી આજે પરમતારક તીર્થોની પવિત્રતામાં હાનિ થતી આવી છે. પવિત્રતાને હાનિ પહોંચાડવાની લગભગ આજે સ્પર્ધા ચાલી છે. એવી સ્પર્ધામાં આપણે ભાગ લેવાની આવશ્યકતા નથી. તીર્થસ્થાનમાં પૂ. સુવિહિત ગીતાર્થ ગુરુભગવન્તના માર્ગદર્શન મુજબ માતાપિતાદિના વિત્તનો તેમના જ નામે વિનિયોગ કરી લેવો જોઈએ, જેથી તેમના મરણની અનુમોદનાનો પ્રસંગ નહીં આવે. અન્યથા તે વિત્તનો સંગ્રહ કરવાથી તેમના મરણની અનુમોદનાનો પ્રસંગ આવશે.
CBSE EEEE ૨૧.
dddddddddd
DULZ6Udddddddd