________________
ગુરુવર્ગના મરણની અનુમોદનાના ભયને લઈને તેમના વિત્તનો તીર્થસ્થાનમાં વ્યય કરવો જોઈએ. તેમના આસન વગેરેનો પરિભોગ ન કરવો અને તેમના બિંબ(ફોટા વગેરે)ની સ્થાપના કરી તેની પૂજા કરવી.” આ પ્રમાણે પાંચમા શ્લોકનો અર્થ છે.
કહેવાનો આશય ખૂબ જ સ્પષ્ટ છે કે માતાપિતાદિ ગુરુ જનોના મૃત્યુ પછી તેમના અલંકાર વગેરે જે વિદ્યમાન હોય તે સઘળાંય વિત્ત-ધનનો તીર્થસ્થાનમાં તેમના નામે વ્યય કરવો જોઈએ. અન્યથા તે દ્રવ્યનો આપણે ઉપયોગ કરીએ તો તેમના મૃત્યુની આપણે જાણે રાહ જોઈને જ બેઠા હોઈએ તેમ જણાશે અને તેથી તેમના (ગુરુવર્ગના) મરણની અનુમોદનાનો પ્રસંગ આવશે. ગુરુવર્ગના ધનની કોઈ પણ જાતની ઈચ્છા કર્યા વિના તેમની હયાતી બાદ તેમનું સઘળું ય વિત્ત તીર્થસ્થાનમાં ખર્ચી નાખવું. આવું ના કરીએ અને તેનો ઉપયોગ આપણા પરિભોગ માટે કરીએ તો તેમના મરણની અનુમોદનાનો પ્રસંગ આવશે. કારણ કે ગુરુજનોની હયાતીમાં અત્યાર સુધી તેનો ઉપયોગ આપણે આપણા પરિભોગમાં ન કર્યો અને હવે તેમની હયાતી બાદ તેનો એ રીતે ઉપયોગ કરીએ તો તેમના મૃત્યુની આપણે રાહ જોઈને જ બેઠા હોઇએ – એમ લાગ્યા વિના નહિ રહે. આપણે ગમે તેવી વિષમસ્થિતિમાં હોઈએ પરંતુ ગુરુજનોના વિત્તની અપેક્ષા રાખ્યા વિના તે વિત્તનો તીર્થસ્થાનમાં વિનિયોગ કરી લેવો જોઈએ. માતાપિતાદિ ગુરુજનોએ આપણને જે સંસ્કારમય જીવન જીવતાં શીખવ્યું છે તે જ મોટામાં મોટો ઉપકાર છે. એ પછી પણ તેમના વિત્તની અપેક્ષા રાખવી એ ઉચિત નથી. અનન્તજ્ઞાનીઓની પરમતારક આજ્ઞા મુજબ ગુરુજનોનું સઘળું ય વિત્ત તેમના ગયા પછી જેમ બને
DDDDDDDDDDI
GDDDDDDDD dudd/MMSO