________________
ઉચિત નથી. અર્થ અને કામ તો નામથી જ પુરુષાર્થ છે. પારમાર્થિક રીતે તો તે અનર્થભૂત જ છે. અનર્થસ્વરૂપ એ પુરુષાર્થ માટે માતાપિતાદિના ઈષ્ટ-અનિષ્ટનો વિચાર ન કરે તો આજે એમાં કશું અનૌચિત્ય જણાતું નથી. પરન્તુ ધર્મ કે મોક્ષ પુરુષાર્થની આરાધનાના વિષયમાં તુરત જ અનૌચિત્ય જણાતું હોય છે. ખૂબ જ વિચિત્ર મનોદશા છે ને ? પોતાના ગુરુજનોના ઈષ્ટાનિષ્ટનો વિચાર કરી ધર્મ અને મોક્ષ સ્વરૂપ પુરુષાર્થની આરાધનામાં બાધા ન પહોંચે તો કોઈ પણ રીતે ગુરુજનોના અનિષ્ટના પરિહારમાં અને ઈષ્ટના સંપાદનમાં તત્પર બનવું જ જોઈએ. પરન્તુ એવી તત્પરતામાં ધર્માદિ પુરુષાર્થની આરાધનામાં બાધા પહોંચતી હોય તો કોઈ પણ રીતે ધર્માદિ પુરુષાર્થની આરાધનાને બાધ આવે નહિ-એ રીતે વર્તી લેવું જોઈએ. ગુરુજનોનો અનુગ્રહ ધર્માદિ પુરુષાર્થની સાધનાના અવસર કરતાં તો મહાન નથી જ - એ યાદ રાખવું જોઈએ. આ વિષયમાં અનેક પ્રશ્નો ઊભા થઈ શકે છે. કોઈ પણ જાતનો કદાગ્રહ રાખ્યા વિના અને ધર્માદિ પુરુષાર્થની મહત્તા સમજી લેવાથી સરળતાથી એ પ્રશ્નોનું સમાધાન કરી શકાશે. અજ્ઞાનની જેમ કદાગ્રહ પણ પ્રશ્નોનું ઉદ્ભવસ્થાન છે.
ઉપર જણાવ્યા મુજબ ધર્માદિ પુરુષાર્થને બાધા ન પહોચે એ રીતે માતાપિતાદિ ગુરુજનોને જે ઈષ્ટ કે અનિષ્ટ છે તેનું ઉપાદાન કે તેનો ત્યાગ કરવો જોઈએ - એ જણાવીને પોતાને જે સારભૂત છે એવા ઉત્કૃષ્ટ અલંકારાદિને માતા-પિતાદિ ગુરુજનને આપી દેવાનું આ શ્લોના અન્તભાગથી જણાવ્યું છે. સામા માણસને પ્રતિકૂળ કરવું નહિ અને અનુકૂળ બનવાનું, એની અપેક્ષાએ પણ પોતાની પાસેની સારભૂત વસ્તુનું અર્પણ કરવાનું થોડું વધારે અઘરું છે. માતાપિતાદિને
GDDEDED]D]D]D]DA, SE,DEDDIETET,PTDGE GEC/BUDGES/REGS.