________________
નહિ બને. માતાપિતાદિ ગુરુજનોના અનુગ્રહનું નિરન્તર સ્મરણ કરી તેમની પ્રત્યે ચિકાર બહુમાન મેળવી લેવું જોઈએ. અન્યથા તેમને જે ઈષ્ટ છે તેનું ઉપાદાન કરી શકાશે નહીં. માતાપિતાદિ ગુરુજનો કરતાં વર્તમાનમાં આપણે ગમે તેટલી ઉચ્ચ ભૂમિકામાં હોઇએ તોપણ ભૂતકાળમાં જે અનુગ્રહ ગુરુજનોએ કર્યો છે તેને યાદ રાખ્યા વિના છૂટકો નથી. કારણ કે એ અનુગ્રહનું જ ફળ વર્તમાનની સ્થિતિ છે, એમનો અનુગ્રહ પ્રાપ્ત થયો ન હોત તો આપણને વર્તમાન જેવા પણ ન મળત.
માતાપિતાદિ ગુરુજનોને જે અનિષ્ટ છે તેનો ત્યાગ કરતી વખતે અને તેમને જે ઈષ્ટ છે તેનું ઉપાદાન કરતી વખતે જે ધ્યાનમાં રાખવાનું છે તે જણાવતાં શ્લોકના ઉત્તરાર્ધમાં જણાવ્યું છે કે ધર્મ અને મોક્ષ પુરુષાર્થને બાધા ન પહોંચે એ રીતે વર્તવું જોઈએ. ગુરુજનોના અનિષ્ટ કે ઇષ્ટના ત્યાગ કે ઉપાદાનથી પોતાના ધર્માદિ પુરુષાર્થની હાનિ ન થાય - એ જોવું જોઈએ. આવા વખતે ધર્માદિ પુરુષાર્થની આરાધનામાં તત્પર બનવું જોઈએ. ગુરુજનોને અનુસરવાનું એ વખતે નહિ કરવું. કારણ કે ધર્માદિ પુરુષાર્થની આરાધનાનો અવસર અતિદુર્લભ છે. મહામુસીબતે ધર્માદિ પુરુષાર્થની આરાધનાની તક પ્રાપ્ત થતી હોય છે. માતાપિતાદિને અનુસરવાથી એ તક સરી જતી હોય તો માતાપિતાદિ ગુરુજનોને અનુસર્યા વિના એ તકને સાધી લેવાનું ખૂબ જ આવશ્યક છે. અર્થ અને કામ માટે પોતાનાં માતાપિતાદિના ઈષ્ટ કે અનિષ્ટનો વિચાર નહિ કરનારાની સંખ્યા આજે ઘણી છે. આવા લોકો પણ ધર્મ કે મોક્ષ પુરુષાર્થની આરાધનામાં માતાપિતાદિના ઈષ્ટાનિષ્ટનો વિચાર કર્યા કરે – એ તો કોઈ પણ રીતે
BBBP
Dિ
]]D]D]D]D]D