Book Title: Yog Purv Seva Battrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan

View full book text
Previous | Next

Page 19
________________ જીવવાની વૃત્તિમાં થોડો કાપ મુકાય છે. ગુરુજનો આપણા અહિતને ઈચ્છતા નથી. આપણા હિત માટે સર્વદા તત્પર એવા ગુરુજનોને જે ગમતું નથી તે આપણા હિતનું કારણ નથી – એમ માનીને ગુરુજનને અનિષ્ટ એવી પ્રવૃત્તિથી આપણે દૂર રહીએ એમાં જ આપણું હિત છે. જાણે-અજાણે પણ અહિતની આપણને પ્રાપ્તિ ન થાય એ માટે ખૂબ જ ઉપયોગપૂર્વક ગુરુજનોના અનિષ્ટની પ્રવૃત્તિનો ત્યાગ કરવો જોઈએ, જેથી સ્વચ્છન્દતાનો અંશતઃ પણ નાશ થઇ શકશે. ઉપર જણાવ્યા મુજબ ગુરુવર્ગના અનિષ્ટની પ્રવૃત્તિનો ત્યાગ કર્યા પછી તેમને જે ઇષ્ટ છે; તેની પ્રવૃત્તિમાં એકનિષ્ઠ બનવાનું આ શ્લોકમાં ફરમાવ્યું છે. માતાપિતાદિને જે ઇષ્ટ છે તે કોઇ પણ રીતે કરી લેવાનું પણ સહેલું તો નથી જ. તેમને જે ન ગમે, તે ના કરીએ પણ તેમને જે ગમે તે તેઓ કરે, આપણે શા માટે એ કરવાનું... વગેરે વિચારો તો સતત આવ્યા જ કરતા હોય છે. આવા સંયોગોમાં ગુરુજનોને જે ઈષ્ટ છે તે કરવામાં તત્પર બનવાનું, પ્રમાણમાં ઘણું જ અઘરું બને છે. કોઇને પ્રતિકૂળ બનવાનું ટાળી શકાય, પરન્તુ કોઇને અનુકૂળ બનવાનું લગભગ શક્ય બનતું નથી. એ માટે યોગ્યતાવિશેષની આવશ્યકતા હોય છે. ચારિત્રસ્વરૂપ યોગની આરાધના પ્રસંગે પૂ. ભવનિસ્તારક ગુરુદેવશ્રીને અનુકૂળ બનવાનું અસહ્ય થઈ પડતું હોય છે. કોઇને પણ પીડા ન પહોંચાડવી અને કોઇને અનુકૂળ બની શાતા આપવી – એ બેમાં જે અન્તર છે, એવું જ અન્તર ગુરુજનોના અનિષ્ટત્યાગમાં અને ઈષ્ટોપાદાનમાં છે. દ્વેષ ન હોય તો સામા માણસને જે અનિષ્ટ છે, તેનો ત્યાગ કરી લેવાય, પરન્તુ સામા માણસ પ્રત્યે બહુમાન ન હોય તો તેને જે ઇષ્ટ છે તેનું ઉપાદાન શક્ય Bo CDUOU Do ૧૬ DE

Loading...

Page Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82