________________
માતાપિતાદિ ગુરુવર્ગનું નામ યોગ્ય-પવિત્ર સ્થાને અવશ્ય બોલવું પરન્તુ મૂત્ર-મલાદિ-પરિત્યાગાદિના અપવિત્ર સ્થાને કોઈ પણ રીતે તેમનું નામ બોલવું નહિ- આ વસ્તુને ના માથા પદથી અહીં જણાવી છે. પૂજ્યપુરુષોની જેમ જ તેમનું નામ પણ પરમપવિત્ર હોય છે. તેથી પવિત્ર સ્થાને-અવસરે વિવેકપૂર્વક તેમનું નામગ્રહણ કરવું. પરન્તુ અશુચિ-અપવિત્ર સ્થાનમાં તેમનું નામ ન લેવું. આથી ઉપકારી જનો પ્રત્યેનો પૂજ્યભાવ જળવાય છે.
માતાપિતાદિ ગુરુજનો બહારથી આવે ત્યારે તેમને જોતાંની સાથે જ ઊભા થવું તેમને બેસવા માટે આસન આપવું અને બેઠા પછી તેમની પાસે બેસવું...વગેરે પણ એક જાતનું ગુપૂજન છે. તેઓ જાય ત્યારે થોડે સુધી તેમની પાછળ જવું. તેઓ આવે ત્યારે તેમને લેવા માટે સામે જવું... વગેરે સ્વરૂપ અનેક પ્રકારનો વિનય પણ અહીં ગુરુવર્ગના પૂજનમાં સમજી લેવાનો છે. આ રીતે આ શ્લોકમાં નમન, પર્યાપાસન, અવર્ણાશ્રવણ, નામશ્લાઘા ઉત્થાન અને આસનાર્પણ સ્વરૂપ ગુરુપૂજન જણાવ્યું છે. ૧૨-૩
ગુરુપૂજનના જ બીજા પ્રકારો જણાવાય છે - सर्वदा तदनिष्टेष्टत्यागोपादाननिष्ठता। स्वपुमर्थमनाबाध्य साराणां च निवेदनम् ॥१२-४॥
પોતાના ધર્માદિ પુરુષાર્થને હાનિ ન પહોંચે એ રીતે માતાપિતાદિ ગુરુજનોને જે અનિષ્ટ છે તેની નિવૃત્તિમાં અને જે ઈષ્ટ છે તેની પ્રવૃત્તિમાં તત્પર બનવું અને પોતાને પ્રાપ્ત થયેલા સારભૂત એવા અલંકારાદિનું તેમને સમર્પણ કરવું - આ પ્રમાણે ચોથા શ્લોકનો