________________
સામાન્ય અર્થ છે.
આશય એ છે કે માતાપિતાદિ ગુરુવર્ગને પૂર્વે જણાવ્યા મુજબ નિત્ય ત્રણ વાર પ્રણામાદિ કરવામાત્રથી ગુરુપૂજન થતું નથી. પરન્તુ તે માટે બીજું પણ જે કરવાનું છે તે જણાવતાં આ શ્લોકમાં ફરમાવ્યું છે કે પૂ. માતાપિતાદિ ગુરુજનોને જે ઈષ્ટ નથી (અનિષ્ટ છે) તેનો ત્યાગ કરવો જોઈએ. આમ જોઈએ તો વાત ખૂબ જ નાની છે. પરન્તુ તે મુજબ વર્તવાનું ઘણું જ આરું છે. માતાપિતાદિને જે ગમતું ન હોય તે કરવું નહિ - આ નિયમનું ચોક્કસપણે પાલન કરવા માટે સૌથી પહેલાં પોતાની ઇચ્છા મુજબ વર્તવાનું બંધ કરવું પડે. ગુરુજનો પ્રત્યે સદ્ભાવ હોય તોપણ આપણી ઈચ્છાના કારણે એ સદ્ભાવ એક વખત તો દૂર જ થતો હોય છે. ગમે તેટલું દુ:ખ હોય તો ય આપણી ઈચ્છા હોય તો મજેથી વેઠી લેવાય. પરન્તુ આપણી ઇચ્છા ન હોય તો સુખમાં ય મજા ન આવે. ઇચ્છા મુજબ જીવવા મળતું નથી - એ જ મોટામાં મોટું દુ:ખ છે. શરીર કે મન સંબન્ધી દુ:ખો તો સાધુપણામાં જ આવે છે અને ગૃહસ્થપણામાં આવતાં જ નથી-એવું નથી. બંન્ને સ્થાને દુ:ખ તો આવતાં જ હોય છે. પરન્તુ સાધુપણામાં પોતાની ઇચ્છા મુજબ જિવાતું નથી. અને ગૃહસ્થપણામાં તો થોડીઘણી રીતે ઈચ્છા · મુજબ જીવી શકાય છે – આવી સુદૃઢ માન્યતાના કારણે કંઈ કેટલાય આત્માઓ ચારિત્રધર્મનો સ્વીકાર કરતાં અચકાય છે. આ રીતે સમ્યક્ચારિત્રની પ્રાપ્તિમાં અવરોધ કરનારી, ઈચ્છા મુજબ જીવવાની આપણી મનોદશા છે. તે દૂર કરવાની શરૂઆત; યોગની પૂર્વસેવામાં ન થાય તો યોગની સાધનામાં કોઇ ભલીવાર આવે - એ શક્ય નથી. યોગની પૂર્વસેવાના અંગભૂત ગુરુપૂજનમાં આ રીતે ઈચ્છા મુજબ
જ
M
CEBO
909967d4d7bd
'ECADE
૧૫ dddddd
GUID