________________
છે.-એ યોગના અર્થીએ યાદ રાખવું જોઈએ.
ઉપર જણાવ્યા મુજબ માતાપિતાદિ ગુરુવર્ગને ત્રણ સંધ્યાએ પ્રણામ કરીને તુરત જ જતા રહેવાનું નથી. થોડી વાર તેમની પાસે બેસીને વાતચીત કરી તેમને કોઈ કામ હોય તો તે અંગે પૂછવું, આપણા કાર્ય અંગે તેમનું માર્ગદર્શન મેળવવું વગેરે સ્વરૂપ તેમની પર્યાપાસના કરવી. આ રીતે પર્યાપાસના કરવાથી ગુરુવર્ગ પ્રત્યે બહુમાન વધે અને આપણી કોઈ ભૂલ થતી હોય તો તે દૂર થાય.
શ્લોકના ઉત્તરાર્ધમાં ગ્રન્થકારશ્રી જણાવે છે કે ગુરુવર્ગના અવર્ણવાદ(નિંદા વગેરે)નું શ્રવણ કરવું નહિ. કોઈ વાર કાર્યવશ એવા સ્થાને જવાનું થાય ત્યારે ત્યાં આપણાં માતા-પિતાદિની નિન્દા થતી હોય તો તે સાંભળવી નહીં. ત્યાંથી ચાલ્યા જવું જોઈએ. એ અંગે કોઈ પૂછે તો હિંમતથી જણાવવું કે મારા ગુરુવર્ગની નિંદા-અવર્ણવાદ સાંભળવા હું આવ્યો નથી. - આ પ્રમાણે કરવાના કારણે ગુરુવર્ગ પ્રત્યેનું બહુમાનાદિ ટકી રહે છે. આ રીતે અવર્ણવાદ સાંભળવાનો ત્યાગ કરવાથી એના ફળ સ્વરૂપે ગુરુવર્ગના અવર્ણવાદ બોલવાથી સર્વથા દૂર રહી શકાય છે. વર્તમાનમાં પોતાના ગુરુવર્ગના અવર્ણવાદ બોલવાનું દૂષણ ખૂબ જ વ્યાપક બનતું ચાલ્યું છે. એ દૂષણ થોડાઘણા અંશે સાધુ-સાધ્વીઓમાં પ્રવેશ પામેલું જોવા મળે છે, જે; યોગની પૂર્વસેવાથી પણ દૂર રાખનારું છે. સામાન્ય શિષ્ટાચાર એ છે કે કોઈની પણ અવર્ણવાદ કરવા નહિ. એનો વિચાર કરીએ તો સમજાશે કે માતાપિતાદિ ઉપકારી ગુરુવર્ગના અવર્ણવાદની પ્રવૃત્તિ કેટલી ખરાબ છે. આવી દુષ્ટ પ્રવૃત્તિથી સર્વથા દૂર રહેવા માટે અવર્ણવાદનું અશ્રવણ ખૂબ જ આવશ્યક છે.
982@BJg]p][]e a
p p9DD]D]D]D GSSSSSSBdl૧૩MS/SC/ST/OBCSMSG]S