Book Title: Yog Purv Seva Battrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan

View full book text
Previous | Next

Page 14
________________ વાગ્યાની આસપાસના સમયને સામાન્યથી સન્ધ્યાસમય કહેવાય છે. ત્રણ સન્ધ્યાએ માતા, પિતા, લાચાર્ય, તેમના જ્ઞાતિજનો અને વૃદ્ધધર્મોપદેશકો -આ ગુરુવર્ગને પ્રણામ કરવો જોઈએ. કોઇ વાર ગુરુવર્ગ ઉપસ્થિત ન હોય અથવા તો આપણે તેમની પાસે ન હોઈએ તો આવા અવસરે દ્રવ્યથી તેઓ વિદ્યમાન ન હોવાથી સાક્ષાત્ પ્રણામ કરવાનું ન બને તોપણ ત્રણે સન્ધ્યાએ ભાવથી મનમાં તેમનું સ્મરણ કરી આરોપણ કરવા દ્વારા પ્રણામ કરવો જોઈએ. આ રીતે માતાપિતાદિને પ્રણામ કરવાનું ધાર્યા કરતાં ઘણું જ અઘરું છે. વર્તમાનમાં લગભગ આ આચાર નાશ પામ્યો છે. જે પણ થોડા માણસો એ આચારને પાળે છે તેમને; ઘણા માણસો તેમ કરતા ન હોવાથી વિચિત્ર લાગે છે. એમાં પણ મોટી ઉમર થયા પછી કે સમાજમાં સ્થાન પામ્યા પછી ખૂબ જ વિષમતા સર્જાય છે. આવા સંયોગોમાં એ વિચારવું જોઇએ કે આપણે ગમે તેટલા મોટા-મહાન થઈએ પરન્તુ આ ભવમાં માતા, પિતા કે કલાચાર્યાદિ ગુરુવર્ગની અપેક્ષાએ આપણે મહાન નહિ જ થઇએ. માતાપિતાદિ ગુરુવર્ગને પ્રણામ કરવાનું બંધ થવાથી મર્યાદાનું પાલન લગભગ નષ્ટ થયું. ગુરુવર્ગ ગુરુવર્ગ છે એટલું જ જોતા રહ્યા હોત તો આજની સ્થિતિ જોવા મળત નહિ. માતા માતા છે; પિતા પિતા છે અને લાચાર્ય લાચાર્ય છે- આ સિવાય બીજી કોઈ વાતનો વિચાર કરવાની આવશ્યક્તા જ હતી નહિ. માત્ર એ એક જ વિશેષતાને આંખ સામે રાખીને તેમને પ્રણામ કરવાનો હતો.પરન્તુ તેમના સ્વભાવાદિને જોવાથી યોગની આ પૂર્વસેવાથી આપણે દૂર થયા. આજે તો માતાપિતાદિ ગુરુવર્ગને પ્રણામ કરવાનું જણાવી શકાય એવી સ્થિતિ જ નથી. કારણ કે સંયુક્ત કુટુંબની પદ્ધતિનો EEEEEEEE' SUGUDCGUCUDU ૧૧ '@AEEEEEEE d0d1d7b7676760

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82