Book Title: Yog Purv Seva Battrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan

View full book text
Previous | Next

Page 12
________________ આરાધ્યા વિના યોગની આરાધનાને કરનારાએ પોતાની એ ખામીનો ખ્યાલ રાખી એને દૂર કરવા ઉત્કટ પ્રયત્ન કરવો જોઈએ. સાધન ખરાબ નથી, અપૂર્ણ છે. એનો ત્યાગ કરવાની જરૂર નથી, એને પૂર્ણ અને સમર્થ બનાવવાની જ જરૂર છે. અશક્ત પગ પણ લાક્કી વગેરેના ટેકાથી કાર્યસાધક બનતા હોય છે. માતા, પિતા, કલાચાર્ય, તેઓના ભાઈ-બહેન વગેરે અને જ્ઞાનથી કે ઉમરથી વૃદૂધ (મોટા) એવા ધર્મના ઉપદેશકો- આ ગુરુવર્ગ છે. તેમણે આપણી ઉપર કઈ જાતનો ઉપકાર કર્યો છે એ વિચારવાના બદલે કોઈ જાતનો ઉપકાર તેમણે આપણી ઉપર કર્યો નથી; એ વિચારવું જોઈએ. આપણી ગર્ભાવસ્થા; જન્મસ્થિતિ; શિશુઅવસ્થા અને બાલ્યાવસ્થા કેવી અજ્ઞાનમયી હતી ? એ ઘોર અંધકારમાંથી પ્રકાશને ઝીલવાની પાત્રતા પ્રાપ્ત કરાવીને આપણાં માતાપિતાએ આપણી ઉપર ક્યો ઉપકાર કર્યો નથી ? આપણી એ પાત્રતાને જોઈને લાચાર્યે સમયોચિત અક્ષરાદિજ્ઞાનના પ્રદાન દ્વારા આપણા જીવનને જ નહિ આપણા આત્માને પ્રકાશમય બનાવવા અથાગ પ્રયત્નો કર્યા છે. એ પ્રયત્નો સાથે વિવિધ કલાઓના જ્ઞાનનું પ્રદાન કરતાં કરતાં આપણા હિતની પણ ચિંતા તેઓએ કરી છે. આજની આપણી જે કાંઈ પણ થોડી સારી સ્થિતિ છે તે તેઓના ઉપકારનું જ ફળ છે ને ? આવી જ રીતે મામા, માસી, કાકા ફોઈ... ઇત્યાદિ જ્ઞાતિજનો(સ્વજનોએ પણ અવસરે અવસરે આપણી સારસંભાળ લઈને આપણા જીવનના પ્રવાહને અવિરતપણે વહેતો રાખવા પૂરતો પ્રયત્ન કર્યો છે. તે બધાએ કરેલા ઉપકારો અગણિત છે. આપણા વિવેકહીને વર્તનને જોયા પછી અને જાણ્યા પછી પણ

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82