________________
તેઓએ એ ઉપકારનું ઝરણું વહેતું જ રાખ્યું છે. એના અચિન્ત્ય સામર્થ્યથી, દિશાપૂર્ણ બનેલા આપણા જીવનને જોઈને આપણા પરલોકની ચિન્તામાં વ્યગ્ર એવા પૂ. ધર્મોપદેશકોએ પણ આપણી ઉપર ખૂબ જ અનુગ્રહ કર્યો છે. પરલોકના હિતથી સર્વથા અનભિજ્ઞ (અજાણ) એવા આપણને; હેય, ઉપાદેય અને સદસદ્ વગેરેનો વિવેક તેઓશ્રીની કૃપાથી જ પ્રાપ્ત થયો છે ને ? સ્વપ્ને પણ આપણને જેની કલ્પના ન હતી એવા હિતાહિતાદિને સમજાવી આપણા જીવનને વિવેકપૂર્ણજ્ઞાનથી ભરી દેવાનો પ્રયત્ન તેઓશ્રીએ કર્યો છે. ઉમરથી નાના પણ જ્ઞાનથી મોટા એવા શ્રુત(જ્ઞાન)વૃદ્ધ અને ઉમરથી અધિક એવા વયોવૃદ્ધ પુરુષોએ કરેલા અનુગ્રહને આપણે ક્યારે પણ વીસરી નહિ શકીએ. યોગની પૂર્વસેવાની જ્યાંથી શરૂઆત કરવાની છે એ ગુરુપૂજન માટેના ગુરુવર્ગને આ શ્લોકથી જણાવ્યો છે. ।।૧૨-૨ હવે ત્રીજા શ્લોકથી ગુરુવર્ગના પૂજનનું વર્ણન કરાય છે – पूजनं चाऽस्य नमनं त्रिसन्ध्यं पर्युपासनम् । अवर्णाश्रवणं नामश्लाघोत्थानासनार्पणे ॥१२- ३॥
“આ ગુરુવર્ગનું પૂજન; ત્રણ સન્ધ્યાએ નમસ્કાર કરવો, પર્યુપાસના કરવી; અવર્ણવાદનું શ્રવણ ન કરવું, નામની શ્લાઘા (ગૌરવપૂર્વક બોલવું), ઊભા થવું અને આસન આપવા સ્વરૂપ છે.’ - આ પ્રમાણે ત્રીજા શ્લોકનો સામાન્યાર્થ છે.
W
કહેવાનો આશય એ છે કે માતા, પિતા વગેરે ગુરુવર્ગને દરરોજ સવારે, બપોરે અને સાંજે ત્રણ વાર પ્રણામ કરવો જોઈએ. સવારે છ
વાગ્યાની આસપાસ, બપોરે બાર વાગ્યાની આસપાસ અને સાંજે છ
000000000 DUD
DDDDDDDD .. 767676767676UDUD
૧૦ Du