________________
સમજાવવાની ખરેખર જ આવશ્યકતા નથી. પરંતુ આજે ગુરુપારતન્ય લગભગ ગૌણ બની ગયું છે એમ કહીએ તો એમાં કશું ખોટું નથી. ગ્રન્થકારપરમર્ષિએ યોગની પૂર્વસેવાના નિરૂપણનો પ્રારંભ ગુરુપૂજન થી કર્યો છે. એનો થોડો વિચાર કરીએ તો ચોક્કસ સમજાશે કે ગુરુપારતત્ર્યની પ્રાપ્તિ માટે અહીં વર્ણવતા ગુરુપૂજન સિવાય બીજો કોઈ જ ઉપાય નથી. ભવનિસ્તારક પૂ. ગુરુદેવશ્રીની ઉપાસનાથી જેમ પરમતારક પરમગુરુ શ્રી અરિહન્તપરમાત્માનો સહ્યોગ પ્રાપ્ત થાય છે, તેમ ઉપકારી માતાપિતાદિની સેવાથી (વિનયાદિસ્વરૂપ સેવાથી) ભવનિસ્તારક ગુરુદેવશ્રીનું પારતન્ય પ્રાપ્ત થાય છે, જે સર્વવિરતિધર્મસ્વરૂપ યોગનું મુખ્ય અંગ છે. એ અંગ વિના યોગની બધી જ સાધના સાધ્યસિદ્ધિનું અંગ બનતી નથી.
યોગની પૂર્વસેવાને ક્યાં વિના યોગની સાધના માટે કોઈ પણ જાતની યોગ્યતા પ્રાપ્ત થતી નથી. યોગ્યતારહિત માણસો ગમે તેટલી ઉચ્ચ કક્ષાની આરાધના કરે; તોપણ તેઓ સિદ્ધિથી વંચિત જ રહેવાના. અનધિકારીઓને કોઇ ફળ મળે – એ વાતમાં તથ્ય નથી. માટે કોઈ વાર યોગની સાધનાનો પ્રારંભ કરતાં પૂર્વે યોગની પૂર્વસેવાનો પ્રયત્ન કર્યો ન હોય, ત્યારે તેવા સાધકોએ પોતાની એ નબળાઈને સતત ખ્યાલમાં રાખીને જ યોગમાર્ગમાં ચાલવું જોઈએ. ચાલવા માટે પગજેવું કોઈ જ સાધન નથી. એ સશક્ત હોય તો જ ખરેખર તો ચાલવું જોઈએ. પરંતુ સંયોગવશ પગ અશક્ત-અસમર્થ હોય તોપણ ચાલવું પડતું હોય છે. પણ એ વખતે ચાલનારને પોતાની એ નબળાઈનો સંપૂર્ણ ખ્યાલ હોવાથી ધીમે ધીમે સાચવી-સાચવીને ચાલવા દ્વારા તે વિલંબે પણ ઈષ્ટ સ્થાને પહોંચે છે. યોગની પૂર્વસેવાને
ઉDED]D]D]D]D]D]D
,
HD|D]D]D]D]D]