Book Title: Yog Purv Seva Battrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan

View full book text
Previous | Next

Page 10
________________ તપ અને મુક્તિ પ્રત્યેનો અદ્વેષ- આ ચારનું જ આ બત્રીશીમાં વર્ણન કર્યું છે. એનો વિચાર કરવાથી સમજાશે કે યોગ પ્રાપ્તિની વાત તો દૂર રહી; પરન્તુ યોગની પૂર્વસેવાને પામવાનું પણ ક્યું છે. આ સંસારના ઉચ્છેદની ભાવના તીવ્ર ન બને તો પૂર્વસેવા પામવાનું કોઈ રીતે શક્ય નથી. ભવના ઉચ્છેદની ભાવના વિનાનાને તો આ પૂર્વસેવાની વાત સમજવાનું પણ અઘરું છે. ૧૨-૧થા ગુરુદેવાદિ-પૂજન સ્વરૂપ યોગપૂર્વસેવાનું વર્ણન કરવા માટે બીજા શ્લોકમાં ગુરુવર્ગ જણાવાય છે - माता पिता कलाचार्य एतेषां ज्ञातयस्तथा । वृद्धा धर्मोपदेष्टारो गुरुवर्गः सतां मतः ॥१२-२॥ માતા, પિતા, કલાચાર્ય, તેમના ભાઈ-બહેન વગેરે જ્ઞાતિજનો અને ધર્મનો ઉપદેશ આપનારા એવા વૃદ્ધજનો – આ બધાને શિષ્ટ પુરુષોએ ગુરુવર્ગ તરીકે માન્યો છે. - આ પ્રમાણે બીજા શ્લોકનો અર્થ છે. આશય ખૂબ જ સ્પષ્ટપણે સમજી શકાય છે કે જેમનું પૂજન કરવાનું યોગની પૂર્વસેવામાં વર્ણવ્યું છે, તે ગુરુવર્ગ, માતા પિતા અને કલાચાર્ય વગેરે સ્વરૂપ છે. યોગની પ્રાપ્તિ માટે યોગની પૂર્વસેવા છે. યોગની પ્રાપ્તિ પૂર્ણપણે ગુરુદેવશ્રીને આધીન છે. ચાલુ વ્યવહારમાં પણ તે તે વસ્તુની પ્રામિ ગુરુને આધીન છે. ગુરુકૃપા સર્વસિદ્ધિનું મૂળ છે. સર્વસાવધ યોગથી વિરામ પામ્યા વિના વાસ્તવિક રીતે યોગની પ્રાપ્તિ થતી નથી. એ સર્વવિરતિધર્મની આરાધનામાં પૂ. ગુરુદેવશ્રીના પારતન્યનું કેટલું મહત્ત્વ છે એ સૌ કોઈ ખૂબ જ સારી રીતે જાણે છે. કોઈને એ અંગે D]D]D]D]D]D]D] ' GROUGGg/DGEMEGE gLggLLgUGUCUQD

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82