Book Title: Yog Purv Seva Battrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan

View full book text
Previous | Next

Page 22
________________ જે અનિષ્ટ હોય તે ના કરીએ, તેમને જે અનુકૂળ હોય તે પણ કરીએ અને તેમની અપેક્ષા મુજબ તેમને બધું આપી પણ દઈએ; પરન્તુ આપણને જે વ્યાપારાદિ દ્વારા પ્રાપ્ત થયું હોય તે બધું માતાપિતાદિને આપી દેવાનું અને તેમાંથી તેઓ જે આપે તે આપણે લેવાનું - આવું શા માટે કરવાનું...વગેરે વિચારો તો આવ્યા જ કરતા હોય છે. તેથી આપણે મેળવેલાં વસ્ત્ર પાત્ર કે અલંકારાદિ તેમને આપી દેવાનું મન થતું નથી. “મને મળેલું કે મેં મેળવેલું પણ ગુરુજનોનું જ છે.” - એવો ભાવ આવ્યા વિના - આ રીતે સારભૂત વસ્તુનું નિવેહ્ન - સમર્પણ શક્ય નથી. પોતાને મળેલી કે પોતે મેળવેલી વસ્તુઓ પોતાની પાસે જ રાખવાની વૃત્તિ સંયમજીવનમાં પરિણામે ગુરુ-અદત્તાદાનના પાપનું ભાજન બનાવનારી છે. પોતાને મળેલાં વસ્ત્ર, પાત્રાદિ કે શિષ્ય વગેરેની માલિકી પૂ. ભવનિસ્તારક ગુરુદેવશ્રીની છે – આ વાત લગભગ સ્મૃતિપથમાંથી આજે ચાલી ગઈ છે. એના મૂળમાં તારા નિવેવન થી જણાવેલી યોગપૂર્વસેવાની ખામી કારણ છે. ભવનિસ્તારક ગુરુદેવશ્રીથી કશું જ છાનું રાખવામાં ન આવે તો કંઈ - કેટલાંય પાપ આજે જીવનમાંથી નાબૂદ થાય. યોગપૂર્વસેવાના અભાવે ખરેખર જ યોગની પ્રામિ દુષ્કર છે. ગૃહસ્થપણામાં ખૂબ જ ઉપયોગપૂર્વક યોગની પૂર્વસેવાને આત્મસાત્ કરી લેવાથી યોગની આરાધના શ્રીવીતરાગપરમાત્માની આજ્ઞા મુજબ કરી શકાશે...૧૨-જા ગુરુપૂજનના જ પ્રકારાન્તર જણાવાય છે - तद्वित्तयोजनं तीर्थे तन्मृत्यनुमतेर्भिया। तदासनाद्यभोगच तद्बिम्बस्थापनार्चने ॥१२-५॥ DD]D]D]D]D]D]D D|DBEDDEDGED

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82