________________
( ૩૮ )
વિશ્વ રચના પ્રબંધ. હોય છે તેને લોકે ત્રિઇંદ્રિય કહે છે. તે જ હાલે–ચાલે છે, ખાય છે, સુંઘે છે; વિગેરે ક્રિયાઓ કરે છે. આ જીવેને ઘણું કરીને ચાર ઉપરાંત છે કે તેથી વધારે પગ હોય છે, અને મુખના બને પડખે બે વાળ હોય છે. આ જીવની ઉત્પત્તિનું સ્થાન સ્વજાતિની વિણા વિગેરે છે. તેમાંના કેટલાકનું ઉત્કૃષ્ટ શરી૨ ૩ ગાઉનું અને આયુષ્ય ૪૯ દીવસનું હોય છે. ત્રિઈદ્રિય જીવોમાંથી કેટલાંક નામે નીચે પ્રમાણે છે– ૧કાનખજુરા માકડ, જુ, કીડી, ઉધઈ, કેડા, ઇયલ, ઘીમેલ, સાવા, ગી
૧ દક્ષિણ અમેરિકામાં એક કાનખજુરો એક ફટથી વધારે લાંબો અને ૧ ઇંચ પહોળે હતો. (પ્રાણીવર્ણન ). તેનાજ પ્રમ
માં દરેક ત્રિન્દ્રિયો ( ઇન્દ્રિયે ) નું પણ કદ અને આયુષ્ય મેટું હોય છે.
૨. આ વિકલ ઈન્દ્રિયવાળા-બે ત્રણ કે ચાર ઈદિયવાળા ૧૮ તમાં પણ અવ્યકત સમજણના આબેહુબ દુષ્ટાન્તો મળી શકે છે, તથા આશ્ચર્યજનક માહિતી મળી શકે છે. જે પૈકીની કેટલીક નીચે મુજબ છે –
કીડી–પિતાની જાતિને તુરતજ ઓળખી શકે છે. કીડીમાં નવાબ અને ગુલામડીને પરિચય થાય છે, પણ તેઓ બીલકુલ કાંઈ સાંભળી શકતી નથી. કીડીઓ કાવીસ કીડાને સારા સ્થાને પત્ર આદિથી પોષે છે, જે કીડીઓને જ દુધ આપે છે, અને કીડીએ તેનું દુધ આનંદથી પીવે છે. ડાવિન તે મહેનતમાં નિષ્ફળ ગયો હતો. ઉધઇએ પણ પિતાના રાફડામાં મહેલ, એરડા, ભંડાર, માર્ગ, પૂલ અને બાલરક્ષાસ્થાન વિગેરેની બનાવટ કરે છે, તેમ તે અતિશય કઠણ હોય છે. તેમના મહેનતુ, લશકરી અને માનવાળી; એમ ત્રણ ભેદ છે; જે માંહેલી મહેનતું ઉધઈ કરતાં લશ્કરી ઉદઈએ ૧૫ ગણી મેટી એટલે ? બુરલ જેવડી હોય છે. અને તે કરતાં માનીતી રાણીની જાતિ મોટી થાય છે. રાણી ગર્ભાવસ્થામાં ( સંમુકિંમઉત્પત્તિ કરવા માટે ) ૧૫૦૦ કે ૨૦૦૦ ગણી મટી થાય છે. એક જણે ગણના કરી હતી કે ઉધઈ સાઠ પળમાં ૮૦૦૦૦ પ્રસવ કરે છે. તેના ઈંડાને લાકડાના હાલમાં લઈ જઈ દાસીએ તેનું પાલન કરે છે. કેવી છે ધ !
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org