________________
નિવેદન પંદરમું.
(૨૦૫ ) સંપૂર્ણપણે ખીલેલી હતી, વિજ્ઞાનવાદ બહુ સારી રીતે આ ગળ વધ્યો હતે, શિલ્પકામ પણ અભુત હતું. બેબીલોનના ખંડિયેરે, લેપલેન્ડની શોધખોળે, અને મિસરની તકતી ઉપરથી પુરાણ સમયના ગૌરવની ખાત્રી થાય છે. (ધ. ૩૮). સ્વીટઝર્લંડમાંથી ઘણું જુનાં માટીનાં વાસણે હજુ મળી આવે છે, [ મૃગ ] જે અત્યાર સુધી રહી શક્યા છે, તે તેના કરનારમાં કેટલી નિપુણતા હશે ?
શ્રીયુત જનાર્દનભટ્ટ પોતાના ભારતીય પુરાતત્વમે નઈ શેાધ શીર્ષક નિબંધમાં લખે છે કે – ઈ. સ. ની પૂર્વે ચારસો વર્ષની જુની મર્યકાલ પહેલાંની પુરાણું ઈમારત, મૂર્તિ, સીકકા વિગેરે હિંદુસ્તાનમાં મળ્યા ન હતા અને તેથી પ્રાચીન કાળમાં અહીં જંગલીઓ વસતા હતા એ બ્રમ હતા, પણ પંજાબમાં ટગોમરી જીલ્લામાં હરપા (હ૨પદ) ગામ ( નોર્થ વેસ્ટર્ન રે, લાઠું ક નું સ્ટેશન ) માં એંસી ઝીટ ઉંચા ટેકરા છે, જ્યાં સન ૧૮૫૩ માં કનીંગહામ અને સન. ૧૯૨૦-૨૧ માં, રા. બ૦ ૫૦ દયારામ સાહિનીએ-આર્કિયોલોજીકલ સર્વે નાર્દન, સક્રિલ, લાહેર, સુપ્રીન્ટેન્ડેન્ટ શોધખેળ કરી છે. - તથા સિંધમાં મજેદારે ગામ છે, જ્યાં સન ૧૯૨૨ ના ડીસેમ્બરમાં શ્રીયુત રાખાલદાસ બેનજીએ ખેદકામ કર્યું છે. આજથી ૬૦૦૦ વર્ષ પૂર્વની ચિત્રલિપિવાળી મહાકે, કાચની ચુડી, રંગીન માટી, નવીન રાતિનાં માટીનાં વાસણ, પથ્થરના ચપુ સંગેમરની મુતિએના ટુકડા, તદન નવા જેવા ૨૦૦૦ સિક્કા, સમાધિસ્થાને, અને મુડદાવાળી પ્રાચીન કારીગરીવાળી મનહર રંગવાળી પાતળી તથા ખુબસુરત વાસણવાળી માટીના પેટીઓ મળી આવેલ છે. બેબિલીયનમાં આવીજ વસ્તુઓ મળી છે, જેથી માની શકાય છે કે બેબિલીયન-સુમશ્યિન-સભ્યતાનું ઉત્પત્તિસ્થાન ભારતવર્ષ છે. ગળથુથીમાંથી પાચિમાત્ય વડે પોષાયેલા પરદેશાભિમાની હિંદીઓને આથી બહુ આશ્ચર્ય થયું છે. (3૦ લીટ સાહેબને સન ૧૯૧૨ ને જર્નલ ઓફ ધી રોયલ એસિયાટિક સોસાઈટીમાં આવેલ નિબંધ, તા. ૨૦-૯-૧૯૨૪
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org