________________
( ૧૦ ) . વિશ્વરચના પ્રબંધ. છે કે–ડહાપણ તથા સંગીજ્ઞાન મારાં છે, હું બુદ્ધિ છું, મને સામર્થ્ય છે. યહોવાહે પિતાની કારકીદીના આરંભમાં તેના અસલના કૃત્યે અગાઉ મને ઉત્પન્ન કીધું, જ્યારે તેણે પૃથ્વીના પાયા આંક્યા ત્યારે એ સ્ત્રી તરીકે હું તેની સાથે હતું. ફરી તે પ્રકરણમાં કહે છે કે–રવનું બાણું ઉઘાડયું, અને માણસને સારૂ મુક્તિ ઠરાવી. ચીમેંશાહ પ્રકરણમાં કહે છે કે તે સામર્થ્યથી પૃથ્વી બનાવી પોતાને જ્ઞાન ધરી રાખી છે. પોતાની બુદ્ધિથી આકાશ પ્રસાચું છે, તેના શબ્દથી મેઘગજ ના થાય છે, તે પૃથ્વીને છેડેથી ધુમાડે ચડાવે છે, વૃષ્ટિ માટે વિદ્યુત ઉપજાવે છે, પોતાના ભંડારમાંથી વાયુ કાઢે છે. આમોસ પ્રકરણમાં કહ્યું છે કે-આકાશમાં પિતાની ઓરડી બાંધે છે, પણ પૃથ્વીની સપાટી પર રેડી ઘે છે તેનું નામ ચહેવાહ છે.
| ગીતશાસ્ત્ર પ્રકરણમાં કહ્યું છે કે-તેણે સમુદ્ર પર પાયે નાખીને પ્રવાહો પર તેને સ્થાપિત કીધું છે. દેવના શબ્દથી આકાશ અને શ્વાસોથી સૈન્ય બન્યા છે. કેમકે તે બોલ્યો ને (રાષ્ટિ) થઈ. તણે હુકમ કીધો કે સ્થાપિત થઈ છે. તે પાછું પર પોતાના ઓરડાનાં ભારવટીયાં મૂકે છે, વાદળાંને પિતાને રથ બનાવે છે, ને વાયુની પાંખો પર ચાલે છે. કદી ખસે નહિ
એ તેણે પૃથ્વીને પાયે નાખે છે. તે પિતાના ઓરડેથી - ડુંગર પર પાણી સીંચે છે. તેણે દિવસ તથા રાત્રિને અમલ
ચલાવવા સૂર્ય ચંદ્ર ને તારા બનાવ્યા છે. આ પ્રમાણે બાઈબલના આધારે આ જગતને ઉત્પત્તિકાળ લગભગ પાંચ હજાર વર્ષને મનાય છે.
' આ વાત સાચી માનવામાં કેટલાક દેષ હોવાથી મન અચકાય છે, કારણ કે દેવનો આત્મા પાણી પર ચાલતા હતા તે પછી તે પાણુ શેની પર હશે? જેના બીજ પિતાનામાં છે. તેને પૃથ્વી ઉગાડે, એમ દેવે આદેશ કર્યો, તે પૃથ્વીમાં પહેલેથી બીજ કયાંથી હતાં ? કદાચ પહેલેથી હોવાનું માનીયે તે યહોવાહનું કર્તવપણું સાબીત થતું નથી. સૂર્ય, ચંદ્ર કે પ્રકાશક વસ્તુ વિના પ્રકાશ હોવાનું સંભવે જ કેમ ?
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org