________________
વિશ્વ રચના પ્રબંધ. હમાં સુઈ રહે છે, જેથી તેને બીજી તરફના પડખે બે આંખે હોય છે તે દ્વારા દેખે છે.
સમુદ્રની માછલીઓ પાણીના જુદા જુદા સ્તરોમાં નિવાસ કરે છે, જે મર્યાદાને બીલકુલ ઓળંગતી નથી. પાણીની સપાટીથી નીચે પણ માઈલ પાણીમાં રહેનારી માછલી ઉપર આવે છે તે તેના ફેફસાં ફાટી જાય છે, અને સપાટીથી સવા માઈલ નીચે પાણીમાં મેટા માથાવાળી માછલી રહે છે, જે નીચે જતાં ગુંગળાઈને મરી જાય છે. આ પ્રમાણે માછલીના પણ સ્તરે હોય છે. - (૨) ચાર પગે ચાલનારા ગાય, ભેંસ, બકરે, ઘેટા વિગેરે; પેટે ચાલનારા સપ, અજગર વિગેરે; અને હાથે ચાલનારા ઉંદર, ગરોળી, ખીસકેલી, કાકીડા, ઘે, સાંઢા, નોળીયો, છછુંદર, જલનોળીયે, ૨કુન, ગ્લટ્ટન, વીજલ, સેઅલ, માટેન, સ્ટેટ, અમીન, પલકેટ, કંક, મીકસ, કસ્તુરીયાં– બીલાડાં, ઉડતી ખીસકેલી વિગેરે ભૂચર તીર્થંચ પચંદ્રિય જાણવા. કલારીયા સલાજેરા જમીનનાં માછલાં વગેરેને પણ આમાં જ સમાવેશ થાય છે. તેમાના ગર્ભનું જ વધારેમાં વધારે દેહમાન છ ગાઉનું હોય છે, અને ઉત્કૃષ્ટ આયુષ્યમાન સામાન્ય રીતે મનુષ્યના ચાલતા આયુષ્યના અમુક હિસ્સેજ હોય છે. હાથી, અને સિંહનું આયુષ્ય મનુષ્યના આયુષ્ય જેટલું હોય છે. અને ઘે ડાનું આયુષ્ય મનુષ્યના આયુષ્યથી છે ભાગે; ગાય ભેંસ ગધેડાનું ૫ ભાગે; બકરી, ગાડર, શીયાળનું ભાગે; અને કુત
૧ ઘડો વિગેરે એક ખુરીવાળા અને નહિ વાગોળનારા પ્રાણીઓ છે. ઉંટ, પાડે, ગાય, રોજ, સાબર, વરાહ અને હરણ વગેરે બે ખુરીવાળા તથા વર્ગોળનારા પ્રાણીઓ છે. હાથી, ગેડે વિગેરે ગંડીપદા છે. સિંહ, વાઘ, શીયાળ, બીલાડા, કુતરે, સસલે, નાર, જરખ, લેકડી, શીહાસ, તરસ અને ઘરદીઓ વિગેરે નખવાળા પ્રાણીઓ છે. આશીવિષ, દષ્ટિવિ, ત્વ4િષ, લાળવિષ, શ્વાસવિષ, કૃષ્ણ" વિગેરે ફણાવાળા સર્પની જાતિઓ છે. મંડલી વિગેરે અફણાવાળા સર્પની જાતિઓ છે. દરેક જાતના સર્ષ અને અજગર વિગેરે ઉરપારસર્પ (પેટે ચાલનારા) છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org