________________
નિવેદન દસમું. ( ૧૧ ) જેનું ધન અમને આપો, કારણ કે અમારું ધન યજ્ઞાદિ દ્વારા તમારા ‘કામમાં આવે છે.
પદ્મપુરાણ ખંડ ૭ અધ્યાય ૬ માં કહે છે કે – वेदा विनिन्दिता येन, विलोक्य पशुहिंसनम् । .. सकृपेण त्वया येन, तस्मै बुद्धाय ते नमः ॥१॥
આ લેકમાં વેદની હિંસા અને બુદ્ધ દેવની કૃપાળુતાની સાબીતી છે.
૩. વેદ ક્યારે બન્યા ? આ પ્રશ્નનો ઉત્તર વેદના પાઠેથીજ કરી શકાય. વેદમાં વસિષ્ઠ ઋષિ, વિશ્વામિત્ર, ભૃગુઋષિ, સુદાસ, સપ્તવધીત્રષિ, અપાલા, અરિષ્ટનેમિ તથા મહાવીર પરમાત્માને
અધિકાર છે. એટલે આ ઉપરથી સિદ્ધ થાય છે કે ઉપરોક્ત વ્યક્તિઓ પછી વેદની રચના થઈ છે, તથા જૈન વિગેરે કેટલાક ધર્મોની હરિફાઈમાં વેદની અતિ આવશ્યકતા જેવાઈ છે. હવે મહાવીર પ્રભુ પછી તુરત વેદની ઋચાઓ બનવાનું બંધ થયું છે, એમ માની લઈએ તો ૨૪૦૦ વર્ષે વેદ રચના કાળ કરે છે.
અર્વાચીન લેકે વેદકાળના ૧૨૦૦૦ કે ૧૪૦૦૦ વર્ષ કરાવે છે, તે પહેલાં ચેયિન્સ નામે લોકે હતા.
લો. મા. તિલક વેદકાળના ૧૨૦૦૦ કે ૧૪૦૦૦ વર્ષ કહે છે. આર્યતત્ત્વ પ્રકાશમાં કથન છે કે વેદને આદિ મંત્ર અને અંય મંત્ર કરનાર ઋષિઓ ઉપરથી સમય શોધીએ તે રૂદરચના કાળ ( ૧૧૨૦૪૧૯૮૦ ) ૩૧૦૦ વર્ષ થાય છે. . વેદમાં દીર્ઘ આયુષ્ય વર્ષ ૧૦૦ કહેલ છે, જે ઉપરથી પણ વેદકાળ શોધી શકાય છે.
૪. વેદની કઈ ભાષા છે ? આ બાબતમાં વિચારીએ તો એમ માનવું પડે છે કે વેદની ભાષા બહુજ વિચિત્ર છે. કેમકે તેના ભાષ્યકાર અને ટીકાકારે પણ સ્પષ્ટ અને સંગત અર્થ કરી શકતા નથી. દરેક વિવરણકારે એકજ સત્રના જુદા જુદા અર્થ કરે છે. જુઓ ૫૦ વા૦ સં૦ અ૦ ૧૩ મં૦ ૪, તથા ય૦ વા, સં. ૩૦-૧૩ મં૦ ૩૦ વિગેરે. એટલે સમજી શકાય છે કે વેદની ભાષા • અસંસ્કૃત-વ્યાકરણના સંસ્કારથી રહિત, (પ્રાકૃત પણ નહીં ) તેમજ સંસ્કૃત-સંસ્કારવાળી (શબ્દાનુશાસન-લિંગ વિભક્તિ, સમાસ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org