________________
૧ ૧૧૮ )
વિશ્વરચના પ્રબંધ. પરિવર્લ્ડ અથર્વઋષિ પાસે વેદને અભ્યાસ (ચ૦ ચં૦ ).
જ આર્યતત્વ પ્રકાશ વ્યાખ્યાન ૧ ૯ પૃષ્ઠ ૨૦ માં લખે છે કે- ઋગ્વદને આદિ મંત્ર રામચંદ્રજીના સમકાલીન મધુબૃદસે બનાવેિલ છે, અને અંતિમ મંત્ર અઘમર્ષણ ઋષિએ બનાવેલ છે. (ભા. ધ૦ સં. ૬૭૮ )
વળી સર્વદર્શનસંગ્રહમાં નાસ્તિક વાદીના પક્ષ તરફથી જણાવે છે કે-ત્રણ વેદ બનાવનાર ભાંડ ઠગ અને રાક્ષસ હતા, અને જફ્ફરી તુર્કરી વિગેરે પ્રતિષ્ઠિત કુળોમાંથી પંડિત થયા હતા. તેઓએ દક્ષિણ માટે અનેક પ્રકારો રચેલા છે. - ૪-જૈન મહર્ષિઓ કહે છે કે સંસાર દર્શન, સંસ્થાન દશન, તવાવબોધ અને વિદ્યા પ્રાધ, એ પ્રાચીન ચાર વેદ છે; જેમાં ફેરફાર થતાં વસુરાજાના ગુરૂપુત્ર પર્વતક તથા પિપ્પલાદથી નવા વેદની રચના થયેલી છે. જુના-પ્રાચીન વેદને કાંઈક લુપ્તાવશેષ દક્ષિણમાં હોવાનું માની શકાય છે.
-આચાર્ય મલયગિરિજી કહે છે કે-કંઠ તાળવું હોઠ ઉષ્મા નાક જીભ મુખ વિગેરે ન હોય તે શબ્દો ઉચ્ચાર થઈ શકે નહિં. માટે કંઠ વિગેરેને ધારણ કરનાર. કોઈ વ્યક્તિઓએ વેદ બનાવેલ છે, જેમાં મુખ્ય વનવાસીઓ હતા. - -કેપ્રો. જીનસવાળા વિગેરે વેદને અપીરૂષય ગ્રંથ તરીકે માનનારા હતા. ( સમાલોચક )
-વૈશંપાયન ઋષિએ યજુર્વેદની ૮૬ શાખા કરી છે. એમ દિની હજારો શાખા થયેલી છે, જે દરેકમાં ક્રિયાભેદ-માન્યતાભેદ હોય છે.
બાબુ બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય લખે છે કે-લોકવાયકાના અનેક સૂકતો હતા, તે દરેકને સામટા ભેગા કરી પ્રાચીન મહર્ષિઓએ તેના ત્રણ સંહિતા રૂપે ત્રણ વિભાગ પાડ્યા, જેનું નામ ઋ યજુ અને સામ રાખ્યું. આ વિભાગ કરનારનાં મૂળ નામે જુદા જૂદા હતા, જેમકે-કૃષ્ણ દૈપાયન, ઈત્યાદિ. પણ ઉપનામ “વ્યાસરહેતું. આ રીતે વેદ ઉપનિષદ્ અને પુરાણના વ્યાસો જુદા જુદા છે. ઋગવેદના કેટલાક મંત્ર યજુર્વેદના મંત્રથી પ્રાચીન છે. '
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org