________________
૨૫
0 યતિધર્મવિંશિકાd એમ છે તે સૂચવાયેલ છે. વળી પોતે આ કથન સંક્ષેપથી કહ્યું છે એમ કહેવા દ્વારા એ કહેવું છે કે યતિધર્મનો વિસ્તાર ઘણો છે છતાં પ્રસંગ અનુસાર પોતે સંક્ષેપથી કહ્યું છે. કુગ્રહના વિરહ દ્વારા મંદમતિના બોધન માટે આ દસ પ્રકારનો યતિધર્મ કહેલો છે. મંદમતિવાળા જીવોને યતિધર્મના વિષયમાં ભ્રમ વર્તતો હોય છે, તેથી સ્થૂલ આચારમાં કે વિપરીત આચારમાં યતિધર્મની પૂર્ણતા દેખાતી હોય છે. આવો વિપરીત મતિરૂપકુગ્રહ તેઓને હોય છે. પ્રસ્તુત વર્ણન સાંભળીને તેઓને માર્ગાનુસારી રુચિ ઉત્પન્ન કરાવવી તે ગ્રંથકારનું પ્રયોજન છે. તેથી જે મુનિ યતિધર્મના વિષયમાં મંદમતિવાળા છે તેઓને બોધ કરાવવો છે, જેથી માર્ગાનુસારી યતિધર્મમાં રુચિ ઉત્પન્ન કરીને તેઓ હિત સાધી શકે, એ પ્રકારનો આશય પ્રસ્તુત વિંશિકાનો છે.
પહેલી વિંશિકાની અંતિમ ગાથા જેમ “વિદ પદથી અંકિત છે તેમ આ મધ્યમ વિંશિકાની અંતિમ ગાથા પણ વિ૮ પદથી અંકિત છે અને અંતિમ વિંશિકાના અંતે પણ વિદ પદ મૂકેલ છે. તેથી આ ગ્રંથ પૂ. શ્રીહરિભદ્રસૂરીશ્વરજી મહારાજાએ રચ્યો છે એ ઘોતિત થાય છે. II૧૧-૨oll
| કૃતિ યતિધર્મવિંશિT વિલે ?
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org