Book Title: Vinshati Vinshika Shabdasha Vivechan Uttararddha
Author(s): Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 234
________________ ૨૨3 | Uસિદ્ધસુખવિંશિકા છે. તે પ્રકારે, સૂમબુદ્ધિથી પંડિતો વડે યત્નપૂર્વક વિચારવું જોઇએ. ભાવાર્થ: મોક્ષમાં સર્વ સુક્તની વ્યાવૃત્તિ હોય છે. તેથી સિદ્ધના જીવોની પરપદાર્થમાં પ્રવૃત્તિ હોતી નથી. તેને કારણે તેમનું સુખ પરપદાર્થને પરતંત્ર નથી હોતું, પરંતુ અપરતંત્ર એવું સ્વાધીન સુખ તેઓને હોય છે. માટે તે સર્વ સુખથી અતિશયવાળું સુખ છે તે પ્રકારે, સૂક્ષ્મબુદ્ધિપૂર્વક યત્નથી પંડિત પુરુષોએ વિચારવું જોઇએ. આશય એ છે કે સ્કૂલબુદ્ધિથી વિચારવામાં આવે તો સંસારી જીવોને બાહ્ય પદાર્થથી જ સુખની પ્રતીતિ થાય છે, પરંતુ સૂક્ષ્મ ઉપયોગથી જોવા માટે બુદ્ધિમાન પુરુષ યત્ન કરે તો જોઇ શકે છે કે ખરેખર, શ્રેષ્ઠ સુખ પરાધીન હોઇ શકે નહીં. સર્વ બાહ્ય ઉપદ્રવથી રહિત જીવની અવસ્થા હોય ત્યારે આત્મા જો પોતાના ભાવમાં વર્તતો હોય તો સ્વાધીન સુખ તેને પ્રગટે છે. ત્યારે ચેતના કર્મથી આવૃત નહિ હોવાથી પૂર્ણ ખીલેલી હોય છે અને તેથી ત્યારે જ શ્રેષ્ઠ સુખ થઇ શકે છે. આવું સુખ સર્વ કર્મથી રહિત અવસ્થામાં જ સંભવી શકે, સંસારમાં નહિ. ૨૦-૧૭ના અવતણિકા: ગાથા ૧૬ અને ૧૭માં યુકિતથી સિદ્ધનું સુખ બતાવ્યું. હવે, સિદ્ધના જીવો સિદ્ધાવસ્થામાં કઇ રીતે રહેલા છે તે બતાવવા માટે કહે છે - जत्थ य एगो सिद्धो तत्थ अणंता भवक्खयविमुक्का । अनुन्नमणाबाहं चिट्ठति सुही सुहं पत्ता ॥१८॥ यत्र चैकः सिद्धस्तत्रानन्ता भवक्षयविमुक्ताः । अन्योन्यमनाबाधं तिष्ठन्ति सुखिनः सुखं प्राप्ताः ॥१८॥ અqયાર્થ: નત્ય ય અને જ્યાં સિદો એક સિદ્ધ છે. તત્ય ત્યાં વિવિમુક્ષા ભવક્ષયને કારણે મુક્ત થયેલા સુદં પત્તો સુરી સુખને પ્રાપ્ત કરેલા એવા સુખી મuતા અનંતા જીવો અન્નમાલીદં વિઠ્ઠતિ અન્યોન્ય બાધા વગર રહે છે. ગાથાર્થ: જ્યાં એક સિદ્ધ છે ત્યાં ભવક્ષયને કારણે મુક્ત થયેલા, સુખને પ્રાપ્ત કરેલા એવા સુખી અનંતા જીવો અન્યોન્ય બાધા વગર રહે છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 232 233 234 235 236 237 238 239 240