Book Title: Vinshati Vinshika Shabdasha Vivechan Uttararddha
Author(s): Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 238
________________ ૨૨૭ gસિદ્ધસુખવિંશિકાઈ વિશેષ સ્વરૂપ છે. તે સ્વરૂપ કેવું છે તે બતાવતાં કહે છે કે સર્વ કર્મોથી રહિત હોવાથી પોતાના સ્વભાવમાં સદા નિયતરૂપે રહેવું તે જ એમનું સ્વરૂપ છે, કેમ કે કર્મરહિત હોવાથી આત્મા પોતાના સ્વભાવમાં જ સદા રહે છે. વળી, તે પોતાના સ્વભાવમાં નિયત છે એટલું જ નથી, પરંતુ તે સ્વરૂપ શ્રેષ્ઠ કોટિના સુખાદિ સ્વભાવવાળું છે. કેમ કે સર્વ ઉપદ્રવ રહિત ચૈતન્યમય આત્મા છે, અને તેને ઉપદ્રવ ન હોય અને ચેતના હોય તો જ સુખનો અનુભવ થાય, માટે પ્રકૃષ્ટ સુખાદિ સ્વભાવવાળું સિદ્ધનું સ્વરૂપ છે. અને અહીં આદિ પદથી પ્રકૃષ્ટ જ્ઞાન, પ્રકૃષ્ટ વીર્ય સ્વભાવવાળું સ્વરૂપ ગ્રહણ કરવાનું છે. વળી, તે સિદ્ધનું સ્વરૂપ એકાંતે ભવથી રહિત છે. અર્થાત્ સર્વથા ફરી જન્મથી રહિત છે. અહીં, એકાંતે ભવથી રહિત કહીને એ કહેવું છે કે એક વખત સિદ્ધમાં ગયા પછી કોઈ કાળમાં ફરી જન્મ લેતા નથી. અને આનાથી કેટલાક માને છે કે તીર્થના નાશને જોઇને ભગવાન ફરી જન્મ લે છે તેનું નિરાકરણ થાય છે. ૨૦-૨૦ ॥ इति सिक्सुखविंशिका विंशी ।। Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 236 237 238 239 240