Book Title: Vinshati Vinshika Shabdasha Vivechan Uttararddha
Author(s): Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 236
________________ ૨૨૫ ઉસિદ્ધસુખવિંશિકાd. ગાથાર્થ: અઢારમી ગાથામાં કહ્યું કે એક ક્ષેત્રમાં અનંતા સિદ્ધના જીવો અન્યોન્ય બાધા વગર રહે છે એ રીતે જ લય છે. આવું ન માનો અને એમ માનો કે સિદ્ધના જીવોનું અસ્તિત્વ એકબીજામાં વિલીન થાય છે, તો પૂર્વના સિદ્ધના આત્મા કરતાં આ સિદ્ધનો આત્મા જુદો છે તે રૂપ સંજ્ઞા સંજ્ઞાન્તરને પામે નહીં. (અહીં પૂર્વપક્ષી એમ કહે કે ભલે તે સંજ્ઞા સંજ્ઞાનરને પ્રાપ્ત ન થાય અને દરેક સિદ્ધના આત્માઓ એકબીજામાં વિલીન થાય છે એમ માનીએ તો શું વાંધો? તેનું સમાધાન કરતાં કહે છે કે) જો દરેક સિદ્ધના આત્માનો પૂર્વના સિદ્ધના જીવમાં વિલીન થવાનો ભાવ હોય તો સિદ્ધના જીવો સુખસ્વભાવવાળા કેવી રીતે થાય? ભાવાર્થ: અઢારમી ગાથામાં બતાવ્યું કે સિદ્ધના જીવો પરસ્પર બાધારહિત એક જ ક્ષેત્રમાં અનંતા રહેલા છે. તેને બદલે કોઇક વાદી એમ માને છે કે નવા થયેલા સિદ્ધના આત્માઓ પૂર્વના સિદ્ધના આત્મામાં લય પામે છે તેમ માનવું ઉચિત છે. અને તેમ માનીએ તો એ પ્રાપ્ત થાય કે પરમ બ્રહ્મરૂપ એક આત્મા છે, અને સાધના કરીને જે સિદ્ધ થાય છે તે પરમ બ્રહ્મમાં વિલીન થઈ જાય છે, અને આમ માનવાથી એ દોષ પ્રાપ્ત થાય કે “તો સંજ્ઞા સંજ્ઞાંતરને પ્રાપ્ત કરે નહીં.” કહેવાનો આશય એ છે કે ભગવાન મહાવીર સિદ્ધ થયા એ પ્રકારની ભગવાન મહાવીરના આત્માને સંજ્ઞા છે, તે અન્ય સિદ્ધના આત્માઓ કરતાં જુદા રૂપે તેમના અસ્તિત્વને સ્થાપન કરે છે. અને તેથી જ ભગવાન મહાવીરનો આત્મા કે ભગવાન ઋષભદેવનો આત્મા કે અન્ય આત્માઓ સિદ્ધમાં છે તે પ્રકારની સંજ્ઞાંતર સિદ્ધના જીવોમાં પ્રાપ્ત થાય નહીં. એટલે કે આ ભગવાન મહાવીરનો આત્મા છે એ પ્રકારની સંજ્ઞા અન્ય સિદ્ધના આત્માઓ કરતાં જુદો છે, તેવી સંજ્ઞા પ્રાપ્ત થાય નહીં. કેમ કે સિદ્ધાવસ્થામાં જનાર પરમ બ્રહ્મમાં વિલીન થવાથી પોતાના સ્વતંત્ર અસ્તિત્વરૂપ સંજ્ઞા ધારણ કરતા નથી તેમ માનવું પડે. અહીં પૂર્વપક્ષી કહે કે દરેક સિદ્ધાત્માઓ સ્વતંત્ર ભલે ન રહે અને સિદ્ધના આત્માઓને એક પરમ બ્રહ્મરૂપે જ સ્વીકારી લઇએ, તો શું વાંધો આવે? તેથી કહે છે કે એકેક સિદ્ધ આત્માઓમાં તેવા પ્રકારનો ભાવ હોય અર્થાત્ જે જે સિદ્ધ થાય છે તે દરેકમાં પરસ્પર વિલીન થવા રૂપ ભાવ હોય, તો તે સિદ્ધનો આત્મા સુખસ્વભાવવાળો કેવી રીતે થાય? અર્થાત્ થઈ શકે નહીં. કેમ કે પૂર્વના સિદ્ધના આત્માઓમાં નવો સિદ્ધનો આત્મા Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 234 235 236 237 238 239 240