________________
१७
ભાવાર્થ:
પૂર્વની ગાથામાં કહ્યું કે કેવળજ્ઞાન લોકાલોકને પ્રકાશે છે ત્યાં પૂર્વપક્ષી શંકા કરતાં કહે છે કે, સિદ્ધાંતના મર્મને જાણનારા વડે કેવળજ્ઞાનને સર્વગત આભાસરૂપે કહેલ છે. તેથી એ પ્રાપ્ત થાય કે કેવળજ્ઞાન લોક અને અલોકમાં પ્રકાશરૂપે ફેલાયેલ છે. અને તેમ સ્વીકારીએ તો ગાથા - ૧૩માં તમે બતાવ્યું તે પ્રમાણે કેવલીનું કેવળજ્ઞાન સ્વરૂપનિયત છે તે વાત ઘટી શકે નહિ. તેના જવાબરૂપે ગાથા - ૧૬માં કહે છે કે સિદ્ધાંતના મર્મને જાણનારે કેવળજ્ઞાનને સર્વગત આભાસરૂપ કહેલ છે; તે આભાસગ્રહણરૂપ જ છે, એટલે કે જ્ઞેયના ગ્રહણપરિણામરૂપ છે, પરંતુ કેવલીનું કેવળજ્ઞાન લોક અને અલોકમાં વિસ્તાર પામે છે તેમ બતાવવા માટે નથી. તેથી કેવળજ્ઞાનને સ્વરૂપનિયત સ્વીકારવામાં કોઇ દોષ નથી, અર્થાત્ કેવલીનું કેવળજ્ઞાન, કેવલીના આત્મપ્રદેશોને છોડીને બહાર નીકળતું નથી તેમ સ્વીકારવામાં કોઇ દોષ નથી. આમ છતાં, તેમ સ્વીકારીએ તો ચંદ્રપ્રભાદિનું દૃષ્ટાંત સંગત થાય નહિ. તેથી કહે છે કે ચંદ્રપ્રભાદિનું દૃષ્ટાંત સમજાવવા માટે દષ્ટાંતમાત્રરૂપ છે. પરંતુ ચંદ્રની પ્રભા જેમ ચંદ્રમાંથી નીકળીને લોકમાં વિસ્તાર પામે છે, તેમ કેવલીનું કેવળજ્ઞાન આત્મામાંથી નીકળી લોકમાં ફેલાય છે, તે બતાવવા માટે ચંદ્રપ્રભાદિનું દૃષ્ટાંત નથી. ફક્ત ચંદ્રપ્રભાદિની પ્રકાશશક્તિ કરતાં કેવળજ્ઞાનની પ્રકાશશક્તિ અધિક છે, તેમ બતાવવા માટે ચંદ્રપ્રભાદિનું દૃષ્ટાંત ગ્રહણ કરેલ છે. I૧૮-૧૫/૧૬
અવતરણિકા:
7કેવલજ્ઞાનવિંશિકા7
પૂર્વમાં બતાવ્યું કે ચંદ્રપ્રભાદિ દષ્ટાંતમાત્ર છે. તે જ વાતને સ્પષ્ટ કરતાં કહે છે -
जम्हा पुग्गलरूवा चंदाईणं पभा ण तद्धम्मो । नाणं तु जीवधम्मो ता तं नियओ अयं नियमा ॥ १७ ॥ यस्मात्पुद्गलरूपा चन्द्रादीनां प्रभा न तद्धर्मः 1 ज्ञानं तु जीवधर्मः; ततस्तन्नियतोऽयं नियमात् ||१७||
અન્વયાર્થ:
છે
નન્હા જે કારણથી સંવાળું મા ચંદ્રાદિની પ્રભા પુષ્પતરુવા પુદ્ગલરૂપ તદ્ધો જ તેનો ધર્મ નથી.=ચંદ્રના જીવનો ધર્મ નથી. નાળ તુ નીવધો વળી જ્ઞાન જીવનો ધર્મ છે. તા તે કારણથી નિયમ નિયમથી અયં આ=કેવળજ્ઞાન તં તેને=જીવને (આશ્રયીને) નિયો નિયત છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org