Book Title: Vinshati Vinshika Shabdasha Vivechan Uttararddha
Author(s): Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 215
________________ ૨૦૪ gસિદ્ધસુખવિંશિકાd મોક્ષમાં અનંત સુખ છે, તેથી હવે શત્રુ આદિ કોણ છે તે બતાવતાં કહે છે - रागाईया सतू कम्मुदया वाहिणो इहं नेया । लद्धीओ परमत्था इच्छाऽणिच्छेच्छमो य तहा ॥४॥ रागादिकाः शत्रवः कर्मोदया व्याधय इह ज्ञेयाः । लब्धयः परमार्था इच्छाऽनिच्छेच्छा च तथा ॥४॥ અqયાર્થ: ફુદં અહીં=જીવના વિષયમાં રીડિંયા સ રાગાદિ શત્રુઓ જાણવા ય અને સ્કુલ વારિણી નેયા કર્મનો ઉદય એ વ્યાધિ જાણવો. તો પત્થા લબ્ધિઓ પરમાર્થરૂપ જાણવી=પરમ ઇષ્ટ અર્થરૂપ જાણવી. તer sળછમો તથા અનિચ્છાની ઇચ્છા એ ઇચ્છા જાણવી. ગાથાર્થ - અહીં (જીવના વિષયમાં) રાગાદિ શત્રુઓ જાણવા અને કર્મનો ઉદય એ વ્યાધિ જાણવો. લબ્ધિઓ પરમ ઈષ્ટ અર્થરૂપ જાણવી અને અનિચ્છાની ઇચ્છા એ ઇચ્છા જાણવી. ભાવાર્થ: આત્માના વિષયમાં વિચારીએ તો આત્માને પીડા કરતા રાગાદિ આત્માના શત્રુઓ છે. શરીરમાં જેમ વિકૃતિ થાય તો તે વ્યાધિ બને છે, તેમ કર્મનો ઉદય એ આત્મસ્વરૂપને વિકૃત કરતો હોવાથી વ્યાધિરૂપ છે. સંસારમાં જેમ શ્રેષ્ઠ પદાર્થો જીવ માટે ઇષ્ટ અર્થરૂપ હોય છે, તેમ આત્માના વિષયમાં ઉત્તમ લબ્ધિઓ પરમાર્થ છે. વળી જેમ સંસારમાં કોઇ આત્માને ઘણી ઇચ્છાઓ હોય પણ ખ્યાલ આવે કે જો રત્નચિંતામણી મળે તો બધી ઈચ્છાઓ પુરાય તેમ છે, તેમ તત્ત્વને જેનારી દષ્ટિ પ્રગટે ત્યારે જીવને “અનિચ્છા સ્વરૂપ આત્માનો ભાવ તે સર્વસુખનું કારણ છે તેવું જ્ઞાન થાય છે, ત્યારે રત્નચિંતામણીની ઇચ્છા તુલ્ય અનિચ્છાની જ ઇચ્છા થાય છે. જ્યારે જીવ મોક્ષમાં જાય છે ત્યારે (૧) રાગાદિનો સંપૂર્ણ નાશ થવાથી સર્વ શત્રુઓનો ક્ષય થાય છે અને (૨) સર્વ કર્મનો નાશ થવાથી આત્મા સર્વથા ભાવવ્યાધિથી રહિત બને છે. અને (૩) કેવળજ્ઞાન વખતે જીવને સર્વ લબ્ધિઓ ક્ષાયિકભાવે પ્રાપ્ત થાય છે તેથી સર્વ શ્રેષ્ઠ અર્થની પ્રાપ્તિનો યોગ થાય છે. અને (૪) મોક્ષમાં સર્વથા ઇચ્છાના અભાવરૂપ અનિચ્છાની પ્રાપ્તિ હોવાથી સર્વ ઇચ્છાઓ પૂર્ણ થાય છે. આથી જ સિદ્ધમાં અનંત સુખ છે તે પ્રકારનો ત્રીજી ગાથા સાથે સંબંધ છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240